________________
૨૧૮
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ
તે રચાયું છે. ઐહિણેય ચોર રાજગૃહમાં એવી રીતે ચોરી કરે છે કે તે પકડાતો નથી. શ્રેણિકનો પુત્ર અભયકુમાર પોતાની બુદ્ધિના બળે તેને પકડે છે, પરંતુ તેણે કરેલી ચોરીઓ કબૂલ કરાવવાને માટે તેને એક યુક્તિ કરવી પડે છે. એક ઓરડાને ઇંદ્રભુવન જેવો શણગારે છે તથા અપ્સરાઓને બદલે વેશ્યાઓને મૂકે છે. ચોરને અહિંયાં ઉંઘમાં મૂકી દે છે. રૌહિણેય જાગતાં, વેશ્યાઓ તેણે પૂર્વ જન્મમાં કેવાં કામો કર્યાં હતાં જેથી આ સ્વર્ગ મળ્યું છે તેવું પૂછે છે. રૌહિણેયના બાપે તેને કોઈ પણ રીતે મહાવીરનું વચન સાંભળવું નહીં તેવું કીધેલું હતું. પરંતુ એક દિવસ પગમાં કાંટો વાગતાં તે કાઢતાં મહાવીરની દેશના શ્રવણે પડી હતી. તેમાં દેવતાઓની આંખો મીંચાતી નથી તથા પગ ભોંય પડતા નથી એવું વાક્ય સાંભળ્યું હતું. આ વખતે આ સાંભળેલું કામમાં આવ્યું અને જાણ્યું કે આ કૃત્રિમ સ્વર્ગભવન છે. ભ. મહાવીરનું એક જ વચન આટલું ઉપકારક માલમ પડવાથી તેણે પોતાની ચોરીઓ કબૂલ કરીને દીક્ષા લઇ લીધી.૬૦ (પ્ર.આ. સભા નં. ૬૦)
૪૭૦. ટૂંકમાં હેમયુગ એ જૈનશાસન માટે, વાડ્મય માટે, અતિ વૈભવ પ્રતાપ અને વિજયથી દેદીપ્યમાન હતો. તેની અસર સમગ્ર ગુજરાતના પર અનેક રીતે સ્મરણમાં રહે તેવી થઈ છે.૬૧ આ. હેમચંદ્રના નામ પ્રમાણે તેમનો યુગ પણ હેમમય-સુવર્ણમય હતો અને ચિરકાલ સુધી તેનો પ્રભાવ રહેશે.
૩૬૦. ‘ગૂજરાતનું સંસ્કૃત નાટક સાહિત્ય' એ નામનો સ્વ. ચીમનલાલ દલાલનો લેખ, ‘વસન્ત’
૩૬૧. આ. હેમચંદ્ર માટેના લેખોઃ- જર્મન સ્કોલર ડા. ખુલ્લુરસ્કૃત Buhler das Lebendes Hemacandra Wier 1889, જિનવિજયની કુમારપાલ ચરિતની પ્રસ્તાવના, તથા તેમના સંપાદિત સોમપ્રભસૂરિષ્કૃત કુમારપાલ પ્રતિબોધની પ્રસ્તાવના, પં. શિવદત્ત શર્માનો લેખ નામે ‘શ્રી હેમચંદ્રાચાર્ય' હિન્દીમાં નાગરી પ્ર. પત્રિકા ભાગ ૬, ૪ અને ભાગ ૭, ૧, પં. હરગોવિન્દદાસનો લેખ ‘શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય અને તેમના પ્રૌઢ પાંડિત્યનો પરિચય'-જૈનશાસન સન ૧૯૧૧ ના ત્રણ અંક, મધપૂડો એ નામના ગ્રંથમાં ‘હેમાચાર્ય' નામનો ૨ા. નરહિર પરીખનો લેખ, શ્રી કેશરવિજયના યોગશાસ્ત્ર ભાષાંતરની પ્રસ્તાવનામાં ‘શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય' એ નામનો મારો લેખ, સ્વ. મનઃસુખલાલ કિરચંદનો તે આચાર્ય પરનો લેખ, પ્ર. ‘જૈનપતાકા' અને ‘જૈનયુગ’.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org