________________
૨૮૦
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પગલે ભય રહેવા લાગ્યો. વેપારમાં એક સ્થળેથી બીજે સ્થળે માલ લઈ જવામાં કે મંગાવવામાં લુંટારુઓના ત્રાસથી અનેક પ્રતિબંધો આવ્યા.
૬૧૪. આને પરિણામે સંસ્કૃત અને પ્રાકૃત આદિ પ્રાચીન ભાષાઓને જે મહત્ત્વ અપાતું હતું તે ગયું. તેના ઉત્તેજકો હિંદુ રાજાઓ અને હિંદુ મંત્રીઓ જતાં તેના કવિ પંડિતોનો લય થયો. બ્રાહ્મણવર્ગનું દેશભાષાનું સાહિત્ય આ કાળમાં મંડાયું; આગળ પણ લૌકિક સાહિત્ય લોકભાષામાં રચાતું હતું, પણ આ સમયમાં તો ધાર્મિક કથાનકો અને જ્યોતિષ, કર્મકાંડ વગેરે સર્વ દેશભાષામાં ઉતરવા માંડયું. પ્રાચીન પઠનપાઠન બંધ થયું. તામ્રપત્રો પૂરાં થઈ ગયાં. ગ્રંથભંડારો ભોંયરામાં પૂરાયા. - ૬૧૫. ગૂર્જરદેશ અટુલો પડ્યો-રાજપુતાના-માલવા આદિ દેશ સાથેનો સંસર્ગ તૂટી ગયો, એટલે ભાષા અપભ્રંશ ભાષા તે સર્વ દેશોમાં લગભગ એકસરખી વપરાતી હતી અને સર્વગમ્ય હતી તે ભાષાનાં તે તે દેશમાં અલગ અલગ રૂપાંતરો થયાં; અને આ સમયથી આ સર્વગત ભાષા આ ગૂર્જર દેશમાં રહી ગૂજરાતી દેશી ભાષાનું રૂપ લેવા લાગી. નર્મદ કવિ ગૂજરાતી ભાષાનો પ્રથમ યુગ આ સમયથી જ પાડે છે. તે જણાવે છે કે “સંવત ૧૩પ૬ પછી મુસલમાની હાકીમાં ગુજરાતની તે ગુજરાતી-એવી રીતે ગુજરાતી ભાષા પ્રસિદ્ધિમાં આવી. બ્રાહ્મણ કે ગોરજી (જૈન સાધુઓ) એમણે સંસ્કૃત ટાળી ગુજરાતીમાં આખ્યાન તથા વાર્તા અને રાસા લખ્યા-વિશેષ પદ્ય-અને ગદ્ય પણ ખરું. એ ગુજરાતી ભાષાનાં આજ લગીનાં મુખ્ય ત્રણ સ્વરૂપ થયાં છે. સં. ૧૩૫૬ થી તે સં. ૧૬પ૬ સુધીનું એક, સં. ૧૬૫૬ થી તે ૧૮૫૬ સુધી બીજું ને પછી ત્રીજું. પહેલું તે ચોખ્ખું ને બીજું તે ભ્રષ્ટ થઈ રુપાંતર પામેલું છે. એ બે મળીને જે સામાન્ય સ્વરૂપ તે જુની ગુજરાતી ભાષાનું...",
૬૧૬. પ્રાકૃત સંસ્કૃત ગ્રંથોને લોકભાષામાં અવગત કરવા માટે તે પર ભાષામાં ગદ્યગ્રંથોબાલાવબોધ આ શતકમાં જ રચાયા.
૬૧૭. આ નવીન અને ક્રાંતિકારક પરિસ્થિતિમાં પણ જૈનોએ પોતાનાં મંદિરો, વ્યાપાર અને સાહિત્યરક્ષણ-સાહિત્યસેવા બને તેટલી અખંડપણે યા પુનરુદ્ધાર રૂપે આબાદ જાળવવા પ્રયત્ન કર્યો છે. જૈનોનું-ખાસ કરી ભાષા સાહિત્ય પૂર્વ શતકો કરતાં આ શતકમાં વધારે થયું છે. આ હકીકત વિશેષપણે હવે પછી વિચારીશું.
૬૧૮. સં. ૧૩૫૬ માં અલાઉદ્દીન ખીલજીના લશ્કરથી તેના ભાઈ ઉલગખાન તથા નસરતખાને ગુજરાત સર કર્યું. પછીના વર્ષમાં અલાઉદીને રણથંભોરનો કિલ્લો રાજા હમીર પાસેથી લઈ તેના ચોહાણના રાજ્યને ખતમ કર્યું. (સં. ૧૩૫૭ માં). પછી સં. ૧૩૬૦ માં ચીતોડ પર ફત્તેહ કરી. સં. ૧૩૬૬-૬૮ માં તેણે જાલોરના ચોહાણ રાજા કાન્હડદેવ (કાન્હડદે પ્રબંધ વાળા) પર ચડાઈ કરી તે રાજ્ય લઈ લીધું. (ઓઝા. રા. ઈ. પૃ. ૨૨૪, ૨૭૨).
- ૬૧૯. ગુજરાતમાં પાતશાહી સુલતાનના પ્રતિનિધિ (સુબા) તરીકે પાટણમાં અલપખાન આવ્યો. તેના સમયમાં સં. ૧૩૬૬માં (શ્રી શત્રુંજયાદિની યાત્રા કરનાર) શાહ જેસલે ખંભાતમાં પૌષધશાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org