________________
- ૧૮૪
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ
તથા આ. હેમચંદ્રકૃત ગ્રંથોની એકવીસ પ્રતિઓ લખાવ્યાનું જણાવ્યું છે. -
श्री कुमारपालेन सप्तशतलेखकपार्थात् ६ लक्ष ३६ सहस्रागमस्य सप्त प्रतयः सौवर्णाक्षरा: श्री हेमाचार्य प्रणीत व्याकरण चरित्रादि ग्रंथानामेकविंशतिः प्रतयो लेखिताः ॥ पत्र १४०॥ - સ્વ. સાક્ષર શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલે “પાટણ ભંડારો” એ નામના લેખમાં જણાવ્યું હતું. ગુજરાતના
કે સિદ્ધરાજના સમય પહેલા જૈન ભંડારો હતા કે નહિ. હતા તો ક્યાં હતા તેની માહિતી મળી શકતી નથી, છતાં જૈન ગ્રંથો તો વિક્રમની છઠી સદીમાં લખાયા હતા (દેવર્ધિગણિના સમયમાં) એ નિર્વિવાદ છે અને તે હિંદપર અનેક વિદેશી હુમલાઓ થયા હતા તેથી છઠ્ઠા, સાતમા, આઠમા સૈકામાં બૌદ્ધોનું જોર, કુમારિલ ભટ્ટ અને ત્યાર પછી શંકરાચાર્યાનો ઉદ્ભવ આરબોનું સને ૭૧૨માં સિંધ દેશનું જીતી લેવું વગેરે અનેક કારણોથી અગ્નિ, જલ અને જંતુઓને વશ થઈ ઘણે ભાગે નાશ પામ્યા હતા. ત્યાર પછી “કુમારપાલે” ૨૧ ભંડારો અને રાજા વીરધવલના પ્રસિદ્ધ મંત્રી વસ્તુપાલે ૧૮ ક્રોડના ખર્ચે મોટા ત્રણ ભંડારો સ્થાપેલા હતા, પરંતુ અત્યંત દિલગીરીની વાત છે કે આ મહત્ત્વના ભંડારોનું એક પણ પુસ્તક પાટણના ભંડારોમાં જોવામાં આવતું નથી. આના કારણનાં ઉત્તરમાં જણાય છે કે કુમારપાલની ગાદીએ આવનાર અજયપાલ જૈનો અને જૈનધર્મનો એટલો કેલી બન્યો હતો કે જૈન સાહિત્યનો નાશ કરવામાં તેણે પોતાની બધી કોશિશ કરી હતી. આથી ઉદયન નામના જૈન મંત્રી(ના પુત્ર આમ્રભટ્ટ) તથા બીજાઓ તે સમયે પાટણથી ભંડાર ખસેડી જેસલમેર લઈ ગયા હતા. જેસલમેરમાં તાડપત્રોની નકલો મુખ્ય કરીને પાટણમાંની છે” “લાઈબ્રેરી મિસેલની”-જુલાઈ-અક્ટોબરની સને ૧૯૧૫ પૃ.૨૫. આ હકીકતના પુરાવા માટે જુઓ તેની તૈયાર કરેલી “જેસલમેર સૂચી' (ગા.ઓ.સીરીઝ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org