________________
૬ ૪
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નવા જિનાલયો, તેરહજાર જીર્ણ મંદિરનો ઉદ્ધાર, સાતસો દાનશાળાઓ કરાવી તથા અનાર્ય દેશમાં પણ ધર્મોપદેશકો મોકલી ધર્મોન્નતિ કરી. સુહસ્તિ વીરાત્ ૨૯૧ (વિ. સ. પૂર્વે ૧૭૯) માં સ્વર્ગસ્થ થયા. આ સંપ્રતિ ઉજ્જયિનીમાં રાજ્ય કરતાં હતા અને તે ઉજ્જયિની જૈનોનું કેન્દ્રસ્થાન થયું. ૩
૧૪૩. બીજી બાજુ ઈ.સ. પૂર્વે બીજા સૈકાનો એક શિલાલેખ ઓરિસામાં ખંડગિરિ પરની હાથી ગુફાનો મળે છે તે પૂરવાર કરે છે કે જૈનો ભારતના દક્ષિણ-પૂર્વ ભાગમાં (અગ્નિ ખુણામાં) ઠેઠ કલિંગ સુધી પ્રસર્યા હતા. તે લેખો “કલિંગચક્રવર્તી મહારાજ મહા મેઘવાહન ખારવેલનાં છે. હાલ જેને ઓઢિયા-ઓરીસા પ્રાંત કહે છે તે પ્રાચીન ઉત્કલ દેશની દક્ષિણે આવેલો કલિંગદેશ હતો એ પૂર્વ સમુદ્રના કાંઠે ગોદાવરીનાં મુખ સુધી પ્રસર્યો હતો. ખારવેલે મગધ દેશ પર એ વખત સવારી કરી અને જે શ્રી ઋષભદેવની જૈનમૂર્તિ - “કલિંગજિન' નામક મૂર્તિ મગધરાજ નંદરાજસકલિંગમાંથીઉડીસામાંથી ઉઠાવી પાટલીપુત્ર લાવ્યો હતો તે મૂર્તિ ખારવેલ પાછો લઈ આવ્યો ને તે સાથેજ અંગમગધના રાજ્યનું પુષ્કળ ધન કલિંગમાં ખેંચી ગયો. તે અંધ, મહારાષ્ટ્ર, અને વિદર્ભદેશને પણ પોતાના
(પુરાણોનાં હસ્તલિખિત પુસ્તકોમાં બહુધા સંપ્રતિનું નામ મળતું નથી તો પણ વાયુપુરાણની એક હસ્તલિખિત પ્રતિમાં દશરથના પુત્રનું નામ સંપ્રતિ આપ્યું છે. અને મત્સ્યપુરાણમાં “સંતતિ પાઠ મળે છે કે જે સંપ્રતિનું જ અશુદ્ધ રૂપ છે.- પાર્જિટર The Puran Text of the Dyansties of the Kali Age p. 28 or footnote 9 ) આ પરથી અનુમાન થાય કે મૌર્યદેશ કુનાલના બે પુત્રો (દશરથ અને સંપ્રતિ)માં વહેંચણ થતાં પૂર્વનો વિભાગ દશરથને અને પશ્ચિમનો વિભાગ સંપ્રતિના અધિકારમાં રહેલો હોય. સંપ્રતિની રાજધાની ક્યાંક પાટલી પુત્ર અને ક્યાંક ઉજજૈન લખેલ મળે છે....... પરંતુ એટલું માની શકાય તેમ છે કે (રાજપૂતાના માલવા, ગુજરાત તથા કાઠિયાવાડ)-એ દેશો પર સંપતિનું રાજ્ય રહ્યું હશે અને કેટલાયે જૈનમંદિર તેણે પોતાના સમયમાં બંધાવ્યા હશે. તીર્થકલ્પમાં એ પણ લખ્યું છે કે પરમાર્કત સંપ્રતિએ અનાર્ય દેશોમાં પણ વિહાર (મંદિર) બંધાવ્યા હતા’- ઓઝાજી રા.ઈપ્રથમ ભાગ પૃ. ૯૪.
૮૩. “અજમેર જિલાના બર્લી નામના ગામમાં વીર સંવત્ ૮૪ (વિ. સં. પૂર્વ ૩૮૬= ઇ.સ. પૂર્વે ૪૪૩) નો એક શિલાલેખ મળ્યો છે કે જે અજમેરનાં “મ્યુઝિયમ' સુરક્ષિત છે.)તે પરથી અનુમાન થાય છે કે અશોકથી પહેલાં પણ રાજપૂતાનામાં જૈનધર્મનો પ્રસાર હતો. જૈન લેખકોનો એ મત છે કે રાજા સંપ્રતિ કે જે અશોકનો વંશજ હતો, તેણે જૈનધર્મની ઘણી ઉન્નતિ કરી એને રાજપૂતાના તથા તેની આસપાસના પ્રદેશોમાં પણ તેણે કટલાક જિન મંદિરો બંધાવ્યા હતા. વિ સં. બીજી શતાબ્દીના બનેલા મથુરાના કંકાલી ટીલાવાળા જૈન સ્તૂપ પરથી તથા અહીંના કેટલાક અન્યસ્થાનોએ મળેલા પ્રાચીન શિલાલેખો તથા મૂર્તિઓથી માલુમ પડે છે કે તે સમયે પણ અહીં (રાજપૂતાનામાં) જૈન ધર્મનો સારો પ્રચાર હતો. (આ વખતે રાજપૂતાના માલવામાં અંતર્ગત હતું.) બૌદ્ધ અને જૈનધર્મોના પ્રચારથી વૈદિક ધર્મને ઘણી હાની પહોંચી, એટલું જ નહિં, કિંતુ તેમાં પરિવર્તન કરવું પડ્યું અને તે નવા સંચામાં ઢળીને પૌરાણિક ધર્મ બની ગયો. તેમાં બૌદ્ધ અને જૈનો સાથે મળતી ધર્મસંબંધિ ઘણી નવી વાતોએ પ્રવેશ કરી દીધો એટલું જ નહિ પરંતુ બુદ્ધદેવની ગણના વિષ્ણુના અવતારોમાં થઇ અને માંસ-ભક્ષણનો પણ થોડો ઘણો નિષેધ કરવામાં આવ્યો'.-ઓઝજી રાજપૂતાનેકા ઇતિહાસ પ્રથમ ખંડ પૃ,૧૦-૧૧. બૌદ્ધ દિવ્યાવદાનમાં સ...દિનું વર્ણન છે.
૮૪ -આ પર થી જણાય કે-“ઈ. સ. પૂર્વે ૪૫૮ વર્ષ અને વિ સં. પૂર્વે ૪00માં ઉડીસામાં જૈન ધર્મનો એટલો પ્રચાર હતો કે ભગવનું મહાવીરના નિર્વાણ પછી ૭૫ વર્ષમાં જ ત્યાં મૂર્તિઓ પ્રચલિત થઈ ગઈ. જૈન સુત્રોમાં લખેલું છે કે ભગવદ્ શ્રી મહાવીર પોતે ઉડીસામાં ગયા હતા, અને ત્યાં તેના પિતાના એક મિત્ર રાજ્ય કરતા હતા. આ લેખમાં લખેલું છે કે કુમારી પર્વતપર અર્થાત ખંડગિરિ ઉપર, જ્યાં આ લેખ છે ત્યાં ધર્મવિજય ચક્ર પ્રવર્ હતું અર્થાત્ ભગવાનું મહાવીરે પોતે જ જૈન ધર્મનો ઉપદેશ કર્યો હતો, અથવા તેઓના પૂર્વવર્તી કોઇ જિન તીર્થકરે ઉપદેશ કર્યો હતો. ત્યાં પર્વત ઉપર એક કાય-નિષીદી અર્થાત્ જૈન સ્તુપ હતો, જેમાં કોઈ અરિહંતનું અસ્થિ દાટવામાં આવેલું હતું. ખારવેલ યા એના પહેલાના વખતની એવી અનેક ગુફાઓ અને મંદિરો આ પર્વત ઉપર છે કે જેના ઉપર ભ. પાર્શ્વનાથનાં ચિન્હો તેમજ પાદુકાઓ છે, અને જે કોરી કાઢેલા છે, અને બ્રાહ્મી લિપિમાં લેખવાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org