________________
પારા ર૪૬ થી ર૫ર આ. શીલાંકરસૂરિ, સિદ્ધિર્ષિ
૧ ૨૭ “જેમનું બહુવિધ મન શ્વેત કમલ અને ચંદ્ર જેવું વિશદ જોઇને હાલના જમાનાના નિર્મલબુદ્ધિ મનુષ્યો સંત પુરુષોના ગુણોના વર્ણનની સત્યતા માને છે-કબૂલ કરે છે.
“આવા હરિભદ્રસૂરિના ચરણની રજ તુલ્ય (મેં) સિદ્ધર્ષિએ ગિર્દેવી સરસ્વતીની બનાવેલી આ ઉપમિતિભવપ્રપંચા કથા સિદ્ધના નામથી કહી છે” અથવા
ધર્મમાં મને પ્રવેશ કરાવનાર-ધર્મબોધકર આચાર્ય હરિભદ્ર છે. આ ગ્રન્થના પ્રથમ પ્રસ્તાવમાં ધર્મબોધકરનું વર્ણન છે તે ધર્મબોધકર સત્ય રીતે આચાર્ય હરિભદ્ર છે.
જે હરિભદ્ર પોતાની અચિન્ય શક્તિથી મારામાંથી કુવાસનામય ઝેરને દૂર કરીને કૃપા કરી સુવાસનારૂપ અમૃત મારા લાભ માટે શોધી કાઢ્યું છે તે હરિભદ્રસૂરિને મારા નમસ્કાર છે.
કે જે (હરિભદ્ર) શું બનવાનું છે તેની અગમચેતી કરી મારા માટે ચૈત્યવંદન ઉપર લલિતવિસ્તરા નામની ટીકા બનાવી હોય નહિ તેમ બનાવી હતી. (જુઓ પ્રશસ્તિ)
૨૫૦. આ પરથી, તેમજ આ ગ્રન્થમાં પ્રથમ પ્રસ્તાવની પીઠિકામાં નિપૂણ્યક નામના ભિખારી ના ચરિત્રના રૂપકમાં સિદ્ધર્ષિ સંસારી જીવને સત્ય ધર્મ પ્રાત થયાના વખતથી સંપૂર્ણ સંસાર-ત્યાગ કરતાં કેવું ધીમે ધીમે ઉંચે ચઢવું પડે છે. તેનું વર્ણન આપે છે-પછી આ નિષ્ફશ્યક ભિક્ષુક તે બીજો કોઈ નહીં પણ ભગવત્ ધર્મ પ્રાપ્ત થતાં પહેલાનો મારો પોતાનો જીવ(પલીયો નીવ: શ્લોક ૪૬૨) છે અને પછી પોતાના જાત અનુભવની (વસંવેદ્રસિદ્ધ) વાત કહે છે અને જણાવે છે કે રૂપકમાં જે ધર્મબોધકર જણાવેલ છે તે મને ધર્મ પ્રાપ્ત કરાવનાર સૂરિ (સૂરિ મwવો: શ્લોક ૪૭૪) એટલે ઉપરોક્ત શ્રી હરિભદ્રસૂરિ છે એમ સ્પષ્ટ થાય છે. આ હરિભદ્રસૂરિ સિદ્ધર્ષિના સાક્ષાત્ ગુરુ નથી પણ પરોક્ષ ધર્મબોધકર હતા કારણકે તેમની લલિતવિસ્તરા ટીકા સિદ્ધર્ષિને ધર્મ પ્રાપ્ત કરાવવામાં પછીથી નિમિત્તભૂત થઈ એમ “એવ' શબ્દથી સિદ્ધ થાય છે. (જુઓ ટિપ્પણ ૬૮)એમ શ્રી જિનવિજયે સિદ્ધ કર્યું છે.
૨૫૧. કર્તાએ કથામાં પોતાનાં વર્ણનો સર્વ સાધારણ લાગુ પાડી શકાય તેમ કરવાની અને પોતાની જાતને બને તેટલી દૂર રાખવાની સંભાળ લીધી છે; પણ તે ઉપરથી સાંસારિક સંબંધ અને વૃત્તિઓ દૂર કરવાના બતાવેલા એક પછી એક પ્રયત્નો તરફ આપણો આનંદ તથા ભક્તિભાવ ઓછા થતાં નથી. બીજા સંસ્કૃત ગ્રન્થકર્તાઓના કરતાં સિદ્ધર્ષિની આંતરિક વૃત્તિઓનો ઇતિહાસ આપણે ઘણો મળે છે. તે પરથી આપણને સિદ્ધર્ષિના સંપૂર્ણ નિખાલસપણા તથા તીવ્ર મનોભાવની ખાત્રી થાય છે એને વાચક જેમ જેમ આ પુસ્તક વાંચતો જશે તેમ તેમ તે બાબતની તેને વિશેષ ખાત્રી થતી જશે તેથી ભારતના ધર્મ અને નીતિના લખનાર ગ્રંથકારોમાં સિદ્ધર્ષિ પ્રથમ દરજ્જાના ધર્મ તથા નીતિના ગ્રન્થકર્તા છે એમ આપણે ખુશીથી કબૂલ કરીએ છીએ.
૨પર. આ રૂપકકથાનો ગ્રન્થ તેમણે ભિલ્લમાલ નગરમાં આવેલા મુખ્ય જૈન દેરાસરમાં પ્રસિદ્ધ કર્યો હતો, અને દુર્ગસ્વામીની ગણા નામની શિષ્યાએ તે ગ્રન્થની પ્રથમ પ્રત લખી હતી. આ ગ્રન્થ સંસ્કૃતમાં શા માટે લખ્યો તે સંબંધી કર્તા કહે છે કે - “ભાષા પ્રધાન્યને યોગ્ય બે ભાષા નામે સંસ્કૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org