________________
૧ ૭૧
પારા ૩૪૬ થી ૩૫૨ અમરચન્દ્રસૂરિ, ધર્મઘોષસૂરિ વ.
આ હરિભદ્રસૂરિએ ૨૨૧ પારામાં ઉલ્લેખિત (ઉમાસ્વાતિકૃત) તત્ત્વાર્થ પર લઘુવૃત્તિ પણ રચી હોય એમ કલ્પના થાય છે, પણ સં.૧૨૪૮ માં રચાયેલ પારા ૪૮૯ ની પ્રવચન સારોદ્ધારની વૃત્તિમાં ‘તથા ચ તસ્વાર્થ મૂલ ટીકાયાં હરીભદ્રસૂરિ (પૃ. ૩૩૮) એમ ઉલ્લેખ છે તો એટલા નજીકના સમયમાં થયેલી આ ટીકાને મૂલ ટીકા કેમ માને એ સંશય થાય છે; તેથી બીજી કલ્પના એ થાય છે કે તત્ત્વાર્થની લઘુવૃત્તિના કર્તા હરિભદ્ર પ્રશમરતિની ટીકાના કર્તા હરિભદ્ર કરતાં જુદા જ હોવા જોઇએ, પછી ભલે તે યાકિનીસૂનુ હરિભદ્રથી પણ જુદા હોય (પં. સુખલાલના તત્ત્વાર્થની ગૂ. વ્યાખ્યાની પ્રસ્તાવના). જુઓ ૨૨૧ ઉપર
૩૪૮. જિનેશ્વરે સં.૧૧૭૫માં પ્રાકૃતમાં મલ્લિનાથચરિત્ર રચ્યું (ઍ.)
૩૪૯. સં. ૧૧૮૩માં ચંદ્ર ગચ્છના સર્વદેવના પટ્ટધર શાંતિસૂરિ (જુઓ પાર ૩૨૭) ના શિષ્યબીજા પટ્ટધર વિજયસિંહ આચાર્ય શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર પર ૪૫૦૦ શ્લોકપ્રમાણ ચૂર્ણિ રચી છે. (પા. ભં; પી. ૫, ૨૨)
૩૫૦. સં. ૧૧૫૮ માં ચંદ્રપ્રભ મહત્તરકૃત વિજયચંદ્ર કેવલિચરિત અને હરિભદ્રસૂરિકૃત ચૈત્યવંદનટીકા -લલિતવિસ્તરા ટીકા તાડપત્ર પર લખાયાં (પા. સૂચિ. નં. ૪૫).
૩૫૧. સં.૧૧૮૬ માં રાજગચ્છના શીલભદ્રસૂરિ શિષ્ય ધર્મઘોષસૂરિએ ધર્મકલ્પદ્રુમ નામનો ગ્રંથ પ્રાકૃતમાં રચ્યો (પી.૫,૧૦૭). આ સૂરિએ શાકંભરી નૃપતિ (વિગ્રહરાજ-વીસલદેવ ત્રીજો) ને પ્રતિબોધિત કર્યો હતો.૨૮ તેમણે સં. ૧૧૮૧માં ફલોધીમાં પાર્શ્વનાથચૈત્યે પ્રતિષ્ઠા કરી (જિનપ્રભસૂરિ ન ફલવર્ધિ પાર્શ્વનાથકલ્પ, પી.૪.૧૦૦) તેમના શિષ્ય યશોભદ્રસૂરિએ ગદ્યગોદાવરી રચ્યું. (જુઓ ઉદયપ્રભસૂરિકૃત પ્રવચનસારોદ્ધારની વિષમવ્યાખ્યાની પ્રશસ્તિ પી.૩,૨૬૨).
૩૫. સં. ૧૧૮૭ માં મહેન્દ્રસૂરિએ પોતાના શિષ્યની અભ્યર્થનાથી પ્રાકૃતમાં નર્મદાસુંદરી કથા રચી, હિન્દી સાથે સં. કે.આર.ચંદ્ર પ્ર. પ્રાકૃત વિ. વિ. ફંડ. સં.આર.એમ.શાહ એ. પાર્શ્વનાથ વિદ્યાપીઠ } (જે. પ૪) તેનો પ્રથમાદર્શ પ્રથમાચાર્ય શિષ્ય શીલચંદ્રગણિએ લખ્યો. આ કથામાં શીલનું માહાત્મ છે.
૨૮૬. જુઓ આ સૂરિના શિષ્ય યશોભદ્રસૂરિ-દેવસેનગણિ શિ૦ પૃથ્વીચંદ્રસૂરિના રચેલા પર્યુષણકલ્પ ટિપ્પનની પ્રશસ્તિઃ (પી.૩,૧૫ પાઠ ૪૯) કે જે સં.૧૩૮૪ ની તાડપત્રીની પ્રત છે.
अभवद् वादिमदहरः षट्तर्काम्भोजबोधनदिनेशः । श्री धर्मघोषसूरिर्बोधितशाकंभरीभूपः॥ चारित्रांभोधिशशी त्रिवर्गपरिहारजनितबुधहर्षः । दर्शितविधिः शमनिधिः सिद्धन्तमहोदधिप्रवरः ॥ સરખાવોઃ પાટણ સૂચિ નં.૪૬ ની કલ્પસૂત્રની પ્રતની પ્રશસ્તિમાં જણાવ્યું છે કેઃ वादिचंद्र गुणचंद्र विजेता विग्रहक्षितिपबोधविधाता । धर्मसूरिरित नाम पुरासीत् विश्वविश्वविदितो मुनिराजः ॥ તથા પી.૫, ૧૦૯ માંની કલ્પસૂત્ર અને કાલિકાચાર્યની કથાનો ગુસક્રમश्री राजगच्छ मुकुटोपम शीलभद्रसूरेर्विनेयतिलकः किल धर्मसूरिः। दुर्वादिगर्वभर सिंधुरसिंहनादः श्री विग्रहक्षितिपतेर्दलितप्रमादः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org