________________
પર
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કરવું, તેમજ સાધ્વીઓ માટેના નિયમ, સ્વાધ્યાય, પદવીદાન, ગૃહસ્થાદિની આજ્ઞા લઈ અમુક સંજોગોમાં વર્તવું વગેરે છે. આઠમામાં ગૃહસ્થના મકાનનો કેટલો ભાગ વાપરવો તેમને ત્યાંથી પાટ પાટલા કેવી રીતે લઈ આવવાં, પાત્રાદિ ઉપકરણો કેટલાં ખપે, ભોજન કેટલું કરવું તે બતાવ્યું છે. નવમામાં શય્યાતર (મકાન વાપરવા દેનાર)નો અધિકાર છે. તેનું કેવું મકાન વાપરવું ન વાપરવું, ભિક્ષુ પ્રતિમાઓમાં કેવું વર્તન આરાધક થાય વગેરે જણાવ્યું છે. દશમામાં બે પ્રકારની પ્રતિમા (અભિગ્રહ) બે જાતના પરિષહ, પાંચ પ્રકારના વ્યવહાર, ૪ જાતનાં પુરુષ (સાધુ) જુદી જુદી રીતે, ૪ જાતના આચાર્યને શિષ્ય, સ્થવિરની તથા શિષ્યની ત્રણ ત્રણ ભૂમિકાઓ, અમુક અમુક આગમો ક્યારે શીખવવાં વગેરે નિરૂપ્યું છે.
૧૦૧. ચોથું છેદસૂત્ર-૪ દશાશ્રુતસ્કંધ-માં દશ અધ્યયન છે. પહેલામાં પુરુષ પોતાની પ્રકૃતિથી પ્રતિકૂલ આચરણ કરવાથી અસમાધિનું કારણ થાય છે, તે પ્રમાણે મુનિ પોતાના સંયમથી પ્રતિકૂલ આચરણ કરવાથી સંયમમાં અસમાધિ મેળવે છે, તેથી અસમાધિનાં ૨૦ સ્થાન, બીજામાં સબલ પ્રહાર થાય તો અશક્તિ આવે છે તેમ સાધુને ચારિત્રમાં અશક્તિ લાવનાર ર૧ સબલ દોષ, ત્રીજામાં ગુરુની ૩૩ અશાતના, ચોથામાં આચાર્યની આઠ સંપદાને તેના ભેદ, શિષ્યના માટે ચાર પ્રકારના વિનયની પ્રવૃત્તિ અને તેના દરેકના ભેદ, પાંચમામાં ચિત્તસમાધિનાં દશ સ્થાન, છઠ્ઠામાં શ્રાવકની ૧૧ પ્રતિમાનું વિવરણ, સામામાં ભિક્ષુપ્રતિમા જણાવેલ છે. આઠમું વીર પ્રભુના ચ્યવન, જન્મ, સંહરણ, દીક્ષા, કેવલજ્ઞાન, ને મોક્ષ ક્યારે થયા તે સંબંધીનું પર્યુષણાકલ્પ છે કે જે પર્યુષણ વખતે સાધુઓ હાલ વ્યાખ્યાનમાં વાંચે છે, ને તેનું ટુંકુ નામ કલ્પસૂત્ર છે તે આ દશાશ્રુતસ્કંધનું ૮મું અધ્યયન છે; (આ માટે હવે પછી આગળ જુઓ) નવમામાં મહામોહનીય કર્મબંધના ૩૦ સ્થાન, અને દશમામાં નવ નિદાનો (નિયાણા) જણાવ્યાં છે. (પાંચમું છેદસૂત્ર પંચકલ્પ હાલ મૂળ રૂપે ઉપલબ્ધ નથી, તેથી) હવે છઠું છેદસૂત્ર કહીશું.
૧૦૨. છઠું છેદસૂત્ર-૬ મહાનિશીથ-આ મૂળ નષ્ટ થયું હતું અને તેનો ઉદ્ધાર હરિભદ્રસૂરિ એ કર્યો હતો. તેમાં આલોચના અને પ્રાયશ્ચિત્ત છે. કર્મનો સિદ્ધાંત વ્રતભંગથી ને ખાસ કરીને ચોથા બ્રહ્મચર્યવ્રતના ભંગથી કેટલાં દુઃખ પડે છે તે બતાવી સિદ્ધ કર્યો છે. સારા નઠારા સાધુઓના આચાર સંબંધી કહેલું છે તેમજ કમલપ્રભ આદિની કથાઓ છે. તેમાં તાંત્રિક કથનો, આગમ નહિ એવા ગ્રંથો વગેરેનો ઉલ્લેખ છે તેથી તે, પછીનો ગ્રંથ હોય તેમ જણાય છે, એમ વિન્ટરનીટ્ઝ જણાવે છે. આ સૂત્ર હજુ પ્રસિદ્ધ થયું નથી. {લા.દ. વિદ્યામંદિર વગેરેથી પ્રસિદ્ધ થયું છે.}
દશ પ્રકીર્ણક (પન્ના) ૧૦૩. પન્ના આ છૂટાં પ્રકીર્ણ ગ્રંથો છે. તે વેદનાં પરિશિષ્ટોને (રચનાપદ્ધતિમાં) મળતાં આવે છે. તે પદ્યબંધ છે.
૧૦૪-૧૧૩. ૧. ચતુઃ શરણ-ચારનું શરણ લેવાથી દુષ્કૃતની નિન્દા અને સુકૃતની અનુમોદના થાય છે. ને તે શરણ કુશલહેતુ છે. તે ચાર શરણ એટલે ૧ અહતો ૨ સિદ્ધો ૩ સાધુઓ અને ૪ ધર્મ એમ ચારનું શરણ. તે સ્વરૂપ પણ બતાવ્યું છે. કુલ ૬૩ ગાથા છે. આનું બીજું નામ કુશલાનુબંધિ છે.
૬૬. જૈન ગ્રંથાવલી પૃ.૧૭ ની ફુટનોટ આ સંબંધીની જુઓ. તથા મહાનિશીથનો અંત ભાગ જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org