Book Title: Jain Sahitya
Author(s): Mansukhbhai Kiratchand Mehta
Publisher: Vallabhsuri Smaraknidhi

View full book text
Previous | Next

Page 54
________________ ઔપદેશિક ગ્રન્થ ગાથા છે; લેક ૮૦ અને ૧૦૦ છે. એ વિસં. પૂર્વે પાંચમાં સિકામાં શ્રી મહાવીરદેવના હસ્તદીક્ષિત શિષ્ય શ્રી વીરભદ્ર રચેલા છે, એવું ટીકાકાર જણાવે છે. આ ગ્રન્થ જનાગમના “પયન્ના (પ્રજ્ઞા)” રૂપે ઓળખાય છે. આનાં ભાષાંતર પ્રસિદ્ધ થયાં છે. એમાં મરણોન્મુખ જીવને શાંતિ મળવા, જીવન સાર્થક કરવા કેવી આંતરુ વૃત્તિ રાખવી જોઈએ, શું શું સદ્વિચાર કરવા જોઈએ, તે તથા પાપની આલોચનાપૂર્વક નિંદા–ગર્લો, ક્ષમાયાચના, સત્કૃતની અનુમદના, સવ–સદ્ધમનું શરણ ગ્રહણ, એ વગેરે તથા વાસ્તવિક રીતે જે વસ્તુ પિતાની નથી, અને જે છોડ્યા વિના છુટકે નથી એ વગેરે દેહાદિ પરથી મેહભાવ ઉતારવારૂપ વિરતિનાં ઉપદેશ-વિધિ છે. (b) સંબંધ સત્તરી (સપ્તતિકા) – सेयंबरो आसंबरो वा बुद्धो अहवा अन्नो वा। . समभावभावी अप्पा, लहई मुख्खं न संदेहो ॥ અર્થાત ગમે તે શ્વેતાંબર હય, ગમે તે દિગંબર હોય, ગમે તે બૌદ્ધ હેય અથવા ગમે તે અન્ય હોય, પણ જો તે આત્મા સમભાવી, સમદર્શી હેય તે તે પક્ષ પામે એમાં સદેહ નથી-એ હદયમાં કેરી રાખવા ગ્ય સૂત્રથી શરૂ થત આ પ્રાકૃત ગ્રન્થ વિ. સં. છઠ્ઠી સદીમાં શ્રી હરિભદ્રસૂરિએ લખ્યો છે. સારૂં એટલું આપણું, સાચું એટલું આપણું, મતમતાંતરજાળ, કદાગ્રહ-દુરાગહ,-એ આપણાં નહિ, સત્યની સિદ્ધિ અસત્યની નહિ જ, એવા રૂપે લખાયલા ગ્રંથો ઉપકારી છે. આનું ભાષાંતર પ્રસિદ્ધ થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134