Book Title: Jain Sahitya
Author(s): Mansukhbhai Kiratchand Mehta
Publisher: Vallabhsuri Smaraknidhi

View full book text
Previous | Next

Page 112
________________ જેના પર વિદ્યાજ્ઞાનની ઉપેક્ષાને બે આરોપ પ્રાકૃત ઘસાતી નથી ચાલી; પણ જુદા જુદા લેખકેએ એને સમ્યક પ્રકારે પિષીને અદ્યાપિ પર્યત તે અવિચ્છિન્ન આણી છે. ભાવિકાળે જે બને તે ખરું ! વનરાજને સમય; જેને પર વિદ્યાજ્ઞાનની ઉપેક્ષાને આપ (૩) ચર્ચાસંપન્ન પ્રશ્ન માટે આગળ કરવામાં આવેલી બે દલીલે આપણે જોઈ હવે ત્રીજી જોઈએ. આ ત્રીજી દલીલ એવા આશયની છે, કે શ્રી સિદ્ધસૂરિના વખતથી જૈનોમાં પ્રાકૃત સાથે સંસ્કૃત પણ સામેલ થવાથી પ્રાકૃતને સ્વાભાવિક રીતે હાનિ આવી અને એ હાનિ વધતાં વધતાં વનરાજ ચાવડાના વખતમાં જેને રાજકારભાર-વ્યાપારાદિમાં ગુંથાતાં તેઓએ વિદ્યા-જ્ઞાનની ઉપેક્ષા કરી; જેથી જનની પ્રાકૃત અપભ્રષ્ટ થતી ચાલી, તે ઠેઠ એટલે સુધી કે તેમાંથી ગુજરાતી થઈ. ચર્ચાના ઉત્પાદકનાં આ બધાં અનુમાને છે, એમ ચર્ચાકાર સ્પષ્ટ જણાવે છે, અને એ અનુમાનેને નિર્ણયાત્મક ગણી તે પર ભાર ન મુકવાનું પણ સૂચવે છે. તથાપિ કહેવાનું કે જેને ઉંડા ઉતરી વિચાર કરવાનાં શક્તિઅવકાશ નથી એઓને આડે રસ્તે, એક તરફ દોરવનારાં આવાં આધાર વિનાનાં કૃત્રિમ અનુમાને કરવાનું પ્રજન શું? એ અનુમાને આધાર વિનાનાં કૃત્રિમ છે કે નહિ એ તપાસિયે – () વનરાજ ચાવડાના વખતમાં જનેને રાજકારભાર મળે, એના સંગીન પુરાવા ક્યાં છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134