Book Title: Jain Sahitya
Author(s): Mansukhbhai Kiratchand Mehta
Publisher: Vallabhsuri Smaraknidhi

View full book text
Previous | Next

Page 131
________________ ૧૧૪ જેન સાહિત્ય - -- - -- - - - - - -- અપભ્રષ્ટનાં ઉદાહરણ " अट्रय मूढ सहस्सा वीसलरायस्स बार हमीरा । इगबीस सुरत्ताण तई दिणा जगडु दुभिक्खे ॥ " " दानसाल जगडु तणी केती हूई संसारि । नउकरवाली मणिअ जे तेहिं अग्गल विआरि ॥" ગૌતમદાસ જગડુશા પર કેઈએ લખેલાં આ બંને અપભ્રષ્ટ પ્રાકૃતનાં પદ છે; પહેલું જરા અઘરું લાગે છે બીજું સરળ છે. જગડુશા ચૌદમા સિકા (વિ. સં.)માં થઈ ગયા; એટલે આ પ્રાચીનમાં પ્રાચીન ગણીએ તે પંદરમા સિકાનું કવિત છે. એને આપણાથી ગુજરાતી તે કહી શકાય એમ નથી. પંદરમા સિકામાં અપભ્રષ્ટ પ્રાકૃત લખાયું હોય તેથી તે સૈકામાં ગુજરાતી ન લખાયું હોય એમ પણ આપણાથી કહી શકાય એમ નથી; કેમકે આજે ગુજરાતી પ્રચલિત છતાં રસિક સંસ્કૃત-પ્રાકૃત આદિ કૃતિઓ કરે છે. એટલે ચૌદમા સૈકામાં પણ ગુજરાતી લખાયું હોય એની શેધખિળ કરવા જેવી છે. વિ. સં. ૧૪૧રમાં લખાયેલે જૈન ગૌતમસ્વામીને રાસ”—આમાં બે ભાષા છે; એક વષ્ણુ (વસ્તુ summary substances) અર્થાત્ અવતરણરૂપે આગળ શું વિસ્તાર આવે છે, તેની સારસમુચ્ચયરૂપ કૃતબદ્ધ ગાથા અને બીજે છંદવિભાગ. આ પ્રગટ ગુજરાતીમાં છે; જૈન પરિભાષાના અજાણપણાને લઈ કદાચ કંઈ ન સમજાય છે તે જુદી વાત છે તે પરિચય વિશેષે સમજી શકાય; બાકી ભાષા સરળ-રસિક ગુજરાતી છે; અલંકારિક છે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134