Book Title: Jain Sahitya
Author(s): Mansukhbhai Kiratchand Mehta
Publisher: Vallabhsuri Smaraknidhi

View full book text
Previous | Next

Page 84
________________ વ્યાકરણની ઉપગિતાઃ પરિષ એક ઉદ્દેશ હવાથી ભાષાપરત્વે ભેદ પડે એ સ્વાભાવિક છે, આ ભેદ બહુ બહુ થાય અને વ્યાકરણની મર્યાદા પણ લગભગ ઉલ્લંઘાઈ જાય તે ભાષા અપભ્રંશ પામે. દ્રવ્ય કારણ હાલ આપણને વધારે સારી રીતે સમજાય એવાં કારણે મળ્યાં છે. કાયદાની, પદાર્થ વિજ્ઞાનની, રાજકેટની, ક્રીકેટ આદિ રમતની, નાટકાદિની, વર્તમાનપત્રોની, દેશાટણનાં સુલભ સાધનની, વ્યાપારાદિની ભાષામાં વિલક્ષણતા નજરે પડે છે, તેમાં પણ કુદકે ભુસકે આગળ વધતા સુધારા-વધારાના આ ધાંધલીયા જમાનામાં ભાષામાં પણ એવી અવ્યક્ત વિલક્ષણતા વધતી જાય છે, કે કાલે નહેતું એવું આજે સ્વરૂપ છે, આજ નથી તેવું કાલે થશે; જે પરિણામે ભાષાને અપભ્રંશ-વ્યક્ત અપભ્રંશ, નાં કારણરૂપ થશે. રેલ્વે, ટ્રાન્વે, સ્ટીમર, એજન, ડોકટર, બુક, ટીકીટ, કલેકટર, પ્રેસિડન્ટ, ટેબલ એ આદિ નવા શબ્દ ઉમેરાઈ રૂઢ થઈ ગયા છે, એ પણ અપભ્રંશમાં દ્રવ્ય ભાવે સહાયક છે. વ્યાકરણના નિયમને બાધ ન આવે અને વ્યાકરણના નિયામાં રહી ભાષામાં વ્યવહાર ચાલે, તે અપભ્રંશને સહાયક આ શબ્દો આદિને ભય રાખવાને નથી. એ ઉમેરાતા રૂઢ થતા નવા શબ્દ ભાષાનું ગૌરવ વધવામાં ઉપયોગી થાય એમ છે; ભાષામાં શબ્દોનું ભંડોળ વધારી ભાષાને સુગમ, સમજવામાં સરળ કરે એમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134