________________
વ્યાકરણની ઉપગિતાઃ પરિષ એક ઉદ્દેશ
હવાથી ભાષાપરત્વે ભેદ પડે એ સ્વાભાવિક છે, આ ભેદ બહુ બહુ થાય અને વ્યાકરણની મર્યાદા પણ લગભગ ઉલ્લંઘાઈ જાય તે ભાષા અપભ્રંશ પામે. દ્રવ્ય કારણ હાલ આપણને વધારે સારી રીતે સમજાય
એવાં કારણે મળ્યાં છે. કાયદાની, પદાર્થ વિજ્ઞાનની, રાજકેટની, ક્રીકેટ આદિ રમતની, નાટકાદિની, વર્તમાનપત્રોની, દેશાટણનાં સુલભ સાધનની, વ્યાપારાદિની ભાષામાં વિલક્ષણતા નજરે પડે છે, તેમાં પણ કુદકે ભુસકે આગળ વધતા સુધારા-વધારાના આ ધાંધલીયા જમાનામાં ભાષામાં પણ એવી અવ્યક્ત વિલક્ષણતા વધતી જાય છે, કે કાલે નહેતું એવું આજે સ્વરૂપ છે, આજ નથી તેવું કાલે થશે; જે પરિણામે ભાષાને અપભ્રંશ-વ્યક્ત અપભ્રંશ, નાં કારણરૂપ થશે. રેલ્વે, ટ્રાન્વે, સ્ટીમર, એજન, ડોકટર, બુક, ટીકીટ, કલેકટર, પ્રેસિડન્ટ, ટેબલ એ આદિ નવા શબ્દ ઉમેરાઈ રૂઢ થઈ ગયા છે, એ પણ અપભ્રંશમાં દ્રવ્ય ભાવે સહાયક છે. વ્યાકરણના નિયમને બાધ ન આવે અને વ્યાકરણના નિયામાં રહી ભાષામાં વ્યવહાર ચાલે, તે અપભ્રંશને સહાયક આ શબ્દો આદિને ભય રાખવાને નથી. એ ઉમેરાતા રૂઢ થતા નવા શબ્દ ભાષાનું ગૌરવ વધવામાં ઉપયોગી થાય એમ છે; ભાષામાં શબ્દોનું ભંડોળ વધારી ભાષાને સુગમ, સમજવામાં સરળ કરે એમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com