________________
જૈન સાહિત્ય
વ્યાકરણ કષની ઉપયોગિતા: પરિષદને એક ઉદ્દેશ
આમ આપણે જોયું કે ગુજરાતીમાં એ ચારે સ્વરૂપ સંલગ્ન રહેલાં છે, (૧) પ્રાકૃત (૨) સંસ્કૃત. (૩) સમસંસ્કૃત, () અપભ્રંશ . .. એક ભાષાનાં મૂળસ્વરૂપને, તેના વ્યાકરણના નિયમેનું ઉલંઘન ન થાય એવી રીતે ભલે પછી તેમાં દેશકાળાદિ કારણે નવા શબ્દ, પારિભાષિક શબ્દો ઉમેરાઈ એ ભાષા ગૌરવ પામે-કાયમ રાખવું, અથવા કાયમ રહે એવા સંજોગે આણવા તે તે ભાષાથી વ્યવહરનાર, સાહિત્યપ્રેમીનું કામ છે. વ્યાકરણવિશિષ્ટ એવી ભાષા જે કાયમ રહે, તો તે ભાષામાંનાં સાહિત્ય ભાવિકાળે પણ તે વ્યાકરણવિશિષ્ટ ભાષાના અભ્યાસીઓને લાભરૂપ થાય;નહિ તે નકામાં, સંસ્કૃત અને પ્રાકૃત (જે પ્રાકૃતમાં જૈન સૂત્ર પ્રકરણે ગુંથાયાં છે તે) એવી વ્યાકરણવિશિષ્ટ ભાષા હેઠ અવિચ્છિન પરંપરાએ હજુ સુધી ચાલી આવી છે અને એનાં વ્યાકરણ—કેષાદિન બેધ પામેલાં રસિકે એ ભાષાના સાહિત્યામૃતનું પાન કરી આજે પણ આનંદનિમગ્ન છે. એ ભાષામાં લખવાની શૈલી-ઢબમાં દેશ-કાળે ભેદ પડતું રહ્યો છે, તથાપિ એનાં અનુશાસક વ્યાકરણ સૂત્રો (લિંગશાદ-અનુશાસને) તે એક જ છે. આ ગુજરાતી સાહિત્ય પરિષદ પણ ગુજરાતી ભાષાનું લિંગશબ્દાનુશાસન, વ્યાકરણ યથાયોગ્ય નિયત કરી એની અવિચ્છિન્ન ધારા રહે એવા ઉપાય જે તે ગુજરાતી ભાષાનું સાહિત્ય ભાવિકાળે પણ લાભપ્રદ-ઉપકારપ્રદ થશે. સાહિત્ય પરિષદને આ પણ એક મુખ્યતમ ઉદ્દેશ હવે જોઈએ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com