Book Title: Jain Prajamat Dipika Author(s): All India Young Mans Jain Society Sammelan Publisher: All India Young Mans Jain Society Sammelan View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એથી કદાચ ઘણી જ ગંભીર અસર થઈ. શકય છે કે–વડોદરા નરેશ તરફથી પ્રસિદ્ધ થએલ “સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ ” એના ફલસ્વરૂપ હોય, કારણકે-પ્રસ્તુત નિબંધનાં ઉદ્દેશમાં જણાવવામાં આવ્યું છે કે— અજ્ઞાન બાળકોને સંન્યાસ એટલે સંસાર ત્યાગ કરવાની દીક્ષા આપવામાં આવે છે અને તેનાથી અનેક અનર્થો થાય છે. તે અટકાવવા કાંઈક પ્રતિબંધ મૂકવો જરૂરી છે એમ જણાયાથી, * * * * નીચે પ્રમાણ ઠરાવ્યું છે." પ્રસ્તુત નિબંધના “હેતુઓ અને કારણ દર્શાવતાં “હાલનો મુસદો તૈયાર કરવાની જરૂરીયાત ” દર્શાવતાં તા. ૧૯-૧૨-૧૯૨૯ ની ધારાસભાની બેઠકમાં રા. લલ્લુભાઈ કિશોરભાઈએ જે ઠરાવ આવ્યો હતો તે આગળ ધરવામાં આવ્યો છે. તે ઠરાવમાં પણ જણાવ્યું છે કે --- “ હાની ઉંમરમાં માણસને દીક્ષા આપી ત્યાગી બનાવવામાં આવે છે, તેથી કુમળી વયના અને કાચી બુદ્ધિના માણસો સમજ વગર દીક્ષા લે છે અને ત્યાગી બને છે, તેથી ઘણા પ્રસંગે અનર્થ થાય છે.” ૨ વધુમાં એજ “હેતુઓ અને કારણે દર્શાવતાં હજૂરશ્રીની ધ્યાનમાં આવેલી હકીકત જણાવી છે, તે હકીકત – “વળી કેટલેક પ્રસંગે કુમળી વયનાં જૈન બાળકોને ત્યાગની દીક્ષા આપવામાં આવી સાધુ બનાવવામાં આવે છે, અને તેથી તે પદ્ધતિ શોચનીય હોઈ બંધ કરવા પાત્ર છે, એમ શ્રીમંત સરકારને પણ જણાયું છે.” ૩ આ બધામાંથી સ્વાભાવિક રીતે એકજ ધ્વનિ નીકળે છે કે-બાળવયે થતી જૈન દીક્ષાથી અનર્થ થાય છે. આમાં કયા અનર્થ થાય છે, એ દર્શાવાયું નથી. વધુમાં આ નિબંધને શબ્દો, રચના અને વસ્તુસંકલના જૈન કમને ભારેમાં ભારે અન્યાય કરનારી છે. રા. લલુભાઈ કિશોરદાસે ધારાસભાની તા. ૧૯ : ૧૨ : ૨૯ ની બેઠકમાં ઠરાવ રજૂ કર્યો, ત્યારે અધ્યક્ષશ્રીએ આ બાબતમાં તપાસ કરી આવા કાયદેસર અંકુશની જરૂર છે કે કેમ તેનો વિચાર કરવામાં આવશે –એમ ખુલાસો કર્યો હતો. અને આ ખુલાસાની નીચેજ જ્યારે એમ લખાય કે- તે પદ્ધતિ શોચનીય હાઈ બંધ કરવાને પાત્ર છે, એમ શ્રીમંત સરકારને પણ જણાયું છે.”—ત્યારે કોઈ પણ વિચારક એમજ માની લેવાને પ્રેરાય કે-“આ નિબંધ પ્રસિદ્ધ કરતાં પૂર્વે વડોદરા રાધે એ માટે પૂરતી તપાસ કરી છે, એ તપાસને પરિણામે બાળ વયની દીક્ષા પ્રતિબંધને પાત્ર લાગી છે, કારણકે–એવી દીક્ષાથી અનેક અનર્થો થઈ રહ્યા છે. જ્યારે સાચી વાત તો એ છે કે-“આ નિબંધ પ્રસિદ્ધ થયા ૧. આ પુસ્તકને આઠમે પાને. ૨-૩. આ પુસ્તકને ૧૧ મે પાને. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 434