Book Title: Jain Prajamat Dipika Author(s): All India Young Mans Jain Society Sammelan Publisher: All India Young Mans Jain Society Sammelan View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાસ કરીને આ સાધુસંસ્થામાં જેઓ આઠ વર્ષની લઘુ વયે દીક્ષિત થએલા હોય છે, તેઓ જગત ઉપર મહાન ઉપકાર કરી શકે છે. એ અવસ્થામાં શાસ્ત્રાભ્યાસ સારામાં સારી રીતિએ થઈ શકે છે. શુદ્ધ વાતાવરણમાં અને સદ્દગુરૂઓના સતત સહવાસમાં સંસ્કાર ઘડાય છે. યુવાન થતાં સુધીમાં તે એમનું ચારિત્ર એટલું નિર્મળ બની ગયું હોય છે કે-જેમ જેમ યુવાવસ્થા ખીલતી જાય છે, તેમ તેમ તે બાલબ્રહ્મચારીનું તેજ પણ ખીલતું જાય છે. - આવા બાલ વયે દીક્ષિત થએલા અનેક મહાત્માઓ ઈતિહાસને પાને સુવર્ણાક્ષરે અંકિત થયા છે. બાલ દીક્ષા, એ તે મહાપુરૂષો પેદા કરનારી ખાણ છે. શુદ્ધ વાતાવરણમાં ચારિત્રની ખીલવણને અને અખંડ શાસ્ત્રાભ્યાસનો મુક્ત ભોગી કરતાં અભોગી બાળક વધારેમાં વધારે સારો લાભ મેળવે છે. આથી જ જૈનદર્શને માતાપિતાની સંમતિ પૂર્વકની બાળદીક્ષા. ઉપદેશી છે. અનતા કાળથી ચાલી આવતી આ પવિત્ર અને જગદુપકારી દીક્ષા પ્રથા છેલ્લાં કેટલાંક વર્ષોથી ચર્ચાનો વિષય થઈ પડી છે. પશ્ચિમના જડવાદની એ અસર છે. આત્મહિત કરતાં પણ દૈહિક સુખની કિંમત વધારે આંકનાર કદિજ દીક્ષાની મહત્તાને સમજી ન શકે. અને દૈહિક સુખની વાંછના જ્યારે ઘેલછાના રૂપમાં ફેરવાઈ જાય, ત્યારે આત્મા અને આત્મહિત તરફ તે આત્માને સહેજે રહેજે દુબુદ્ધિ જાગે. જૈન સમાજમાં કેટલાકને એવી ઘેલછા વળગી છે. તેઓ પોતે જ્યાં સુધી જડવાદી બન્યા ત્યાં સુધી તે ચાલ્યું, પરંતુ જ્યારે તેમણે સમાજમાં એ સડો ઘાલવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓ નાસીપાસ થયા. આથી તેમના ત્યાગમાર્ગ પ્રત્યેના અભાવે-દુર્ભાવે દેશનું રૂપ પકડયું. જૈન અને જૈનેતર સમાજમાં ત્યાગમાર્ગ પ્રત્યે દુર્ભાવ ફેલાય તેવા પ્રયત્નો તેમણે કરવા માંડ્યા. જાહેર છાપાંની દેવડીએ ઉભી અસત્ય અને અર્ધસત્ય બાબતોથી ઉશ્કેરણી ફેલાવી. જૈનદર્શનના પવિત્રમાં પવિત્ર ત્યાગની ભયંકર નાલેશી કરી. પુનિત ત્યાગી સંસ્થા મહામે થાય તેટલા જુટ્ટા આક્ષેપો કર્યા. ખોટા કેસો ઉભા કર્યા, છતાં ત્યાગમાર્ગની આરાધક સાધુસંસ્થાની પવિત્રતાથી અને સમાજમાં રહેલી ત્યાગમાર્ગ પ્રત્યેની ભક્તિથી એ છાપાંમાં મચાવેલ કે લાહલ છાપાંમાંજ રહ્યો. સમાજ પર તેની કાંઈજ અસર થઈ નહિ. જૈન સંઘ સાધુઓથી, સાધુધર્મથી, વર્તમાનકાળમાં થતી દીક્ષાઓથી અને પેલા થેડા જડવાદીઓના દીક્ષાદેષથી પરિચિત હતું અને છે, એટલે જૈન સંધમાં એ ઉગ્ર કોલાહલની પણ અસર ન થઈ પરતુ જૈનેતરમાં For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 434