Book Title: Jain Gurjar Kavio Part 09
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 4
________________ બીજી આવૃત્તિના સંપાદકનું નિવેદન પૂરક સામગ્રીના આ બીજા ખંડમાં જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ તથા રાજાવલી આપવામાં આવી છે. જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ પહેલી આવૃત્તિના બીજા તથા ત્રીજા ભાગમાં આપવામાં આવેલી. અહીં એ સંકલિત કરી લીધી છે, એને સાંપ્રત કાળ સુધી લાવવાની કોશિશ કરી છે અને કેટલીક પટ્ટાવલીઓ નવી પણ ઉમેરી છે. (આની વીગતો પટ્ટાવલી વિભાગના પ્રાસ્તાવિકમાં આપી છે.) છતાં આ પ્રયાસની મર્યાદા સ્પષ્ટ છે. એમાં પાટપરંપરા એટલેકે આચાર્યપરંપરાનો જ સમાવેશ છે, શિષ્ય પરંપરાનો સમાવેશ નથી. ઉપરાંત અનેક શાખાપ્રશાખાઓમાં ફેલાયેલા જૈન ગચ્છોનું આ કંઈ અશેષ ચિત્ર નથી. હજુ ઘણું એની બહાર રહે છે. દેશાઈએ મુખ્ય પરંપરાઓ આપવા તાકેલું અને આ આવૃત્તિમાં પણ એ મર્યાદા સ્વીકારવામાં આવી છે. જૈન ગચ્છો વિશે ઘણાં ઐતિહાસિક સાધનો ઉપલબ્ધ છે – પટ્ટાવલીઓ ઉપરાંત સાહિત્યિક રચનાઓની પ્રશસ્તિઓ, પુષ્પિકાઓ, પ્રતિમાલેખો, ચરિત્રગ્રંથો વગેરે. આ બધાંને સંકલિત કરીને જેન ગચ્છોનું સંપૂર્ણ ચિત્ર આપવાનું કામ તો અત્યંત કપરું છે, એ એક કાર્યકર જૂથનો વરસોનો અને સહિયારો પુરુષાર્થ માગે, માહિતીના જંગલમાંથી એક વ્યવસ્થા નિપજાવવાની શક્તિ માગે અને પરસ્પરવિરોધી અને દંતકથાત્મક કે કલ્પિત હકીકતો પણ મળવાની તેથી સારાસારનો વિવેક કરવાની બુદ્ધિ પણ માગે. પણ આ કામ થઈ શકે તો એ અત્યંત મહત્ત્વનો ઐતિહાસિક દસ્તાવેજ બને એમાં શંકા નથી. આ કામ માટે કોઈ જૈન સંસ્થાએ આગળ આવવું જ જોઈએ. | ત્રિપુટી મહારાજનો જૈન પરંપરાનો ઇતિહાસ” આપણી પાસે છે, એની પાછળનો શ્રમ ખરેખર પ્રશસ્ય છે, પણ એને ઘણી અને ગંભીર મર્યાદાઓ વળગેલી છે. અહીં આપેલી પટ્ટાવલીઓ તો પ્રાપ્ત માહિતીનું સંકલન છે. પ્રમાણોની ચકાસણી કરીને પ્રાપ્ત માહિતીને સંશોધિત કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. આ આવૃત્તિના સંપાદકની એ સજ્જતા નથી. છતાં અહીંતહીં શ્રી દેશાઈએ તથા આ આવૃત્તિના સંપાદકે ઉઠાવેલી શંકાઓ તો જોવા મળશે જ. જેવી છે તેવી આ પટ્ટાવલીઓ એની રજૂઆતની સુઘડતાથી અને સમાવાયેલી માહિતીથી હજુ ઘણી ઉપયોગી બની રહે તેમ છે એમાં શંકા નથી. આ આવૃત્તિમાં વ્યક્તિ, ગચ્છ, વંશગોત્ર, સ્થળ તથા કૃતિઓનાં નામોની વર્ણાનુક્રમણીઓ ઉમેરી છે. તેથી પ્રસ્તુત થયેલી સામગ્રીની ઉપયોગિતા વધશે – અપેક્ષિત માહિતી સુધી પહોંચવું સરળ બનશે. આ સૂચિઓ તૈયાર કરવાનો ભારે પરિશ્રમ પ્રા. કાંતિભાઈ બી. શાહ તથા દીતિ શાહે ઉઠાવ્યો છે તે માટે એમનો પણ હું ઋણી છું. એની મુદ્રણપ્રત તૈયાર કરવામાં પ્રા. કીર્તિદા જોશીની મદદ મળી છે. રાજાવલી પ્રથમ આવૃત્તિના બીજા ભાગમાં આપવામાં આવેલી. અહીં એની થોડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 387