Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 5
________________ સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટમાં જૈન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. શ્રેષ્ઠિવર્ય મુરબ્બી શ્રી દીપચંદભાઈ ગાર્ડીના ઉદાર અનુદાનથી આ સેન્ટર કાર્યાન્વિત થયું છે. ‘શ્રીમતી રૂક્ષ્મણીબહેન દીપચંદ ગાર્ડી જૈન એકેડેમી એજ્યુકેશનલ અને રીસર્ચ સેન્ટર” નામાભિધાન કરવામાં આવ્યું છે. આ યુનિ. ના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં તેની પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો છે. મુંબઈ યુનિ.ના સેન્ટરમાં ચાલતા અભ્યાસક્રમનું આયોજન અને અમલીકરણ કરાવવામાં આવ્યું છે. એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા : તાજેતરમાં એમ.એસ. યુનિ. વડોદરામાં જૈન એકેડેમી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ દોશીના રૂા. ૧૧ લાખના અનુદાનથી તેમના પૂ. પિતાશ્રીના નામથી ‘કાલિદાસ સાકરચંદ દોશી જૈન એકેડેમી એજ્યુકેશનલ એન્ડ રીસર્ચ સેન્ટર''ની સ્થાપના કરવામાં આવી છે. અહીં ઉપરોક્ત કોર્સ શરૂ થયેલ છે. યોજના અને કાર્યસ્વરૂપ : જૈન એકેડેમી એજ્યુકેશનલ એન્ડ રીસર્ચ સેન્ટરમાં એમ.ફિલ અને પીએચ.ડી. કક્ષાએ સંશોધન માટે આર્થિક રીતે સહાયભૂત થઈ વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. અધ્યાપકો અને અન્ય શિક્ષકોને સંશોધન માટે, પરિસંવાદમાં નિબંધ વાંચન માટે કે ઉપસ્થિત રહેવા માટે અનુદાનની જોગવાઈ કરવામાં આવી છે. જૈન એકેડેમી દ્વારા જૈન સાહિત્ય પ્રકાશનની પરંપરા ઊભી કરવામાં આવશે. તત્ત્વજ્ઞાન વિષયક વ્યાખ્યાનો, સન્માનો, પરિસંવાદો અને ટૂંકાગાળાના પરિચયાત્મક અભ્યાસક્રમોનું આયોજન પણ એકેડેમીની કાયમી પ્રવૃત્તિ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સેન્ટર સ્થાપવામાં, સંચાલન કરવામાં અમોને જૈન સોશ્યલ ગ્રુપ અને તેના મુખપત્ર મંગળયાત્રાનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે. સાઉથ ગુજરાત યુનિ. સુરતમાં જૈન સેન્ટરની સ્થાપના માટેનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. અને આશા છે કે નજીકના ભવિષ્યમાં સેન્ટરની સ્થાપના થશે. નાણાંકીય સહાય માટે અપીલ : જૈન એકેડેમી શિક્ષણ અને સંશોધન કેન્દ્રના અભિગમથી જૈન ચિંતકોએ પ્રબોધેલ તત્ત્વજ્ઞાન અને તેના આધુનિક વિશ્વ પર પ્રભાવ વિશે શિક્ષણ અને સંશોધનની સુવિધાઓ પૂરી પાડવાની, હવે પછીના સમય દરમિયાન જુદી જુદી યુનિ. અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપરોક્ત વિચારધારાને લક્ષમાં લઈને કેન્દ્રોની સ્થાપના કરવા માટે ઉત્સુક છીએ. અનુસ્નાતક કક્ષાએ જૈન ધર્મનો અભ્યાસ અને સંશોધન અંગેનું ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 278