Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 4
________________ જૈન એકેડેમી ભૂમિકા અને દૃષ્ટિબિંદુ જગતના વિવિધ ધર્મોમાં જૈન ધર્મ એક પ્રાચીન ધર્મ છે. જૈન તત્ત્વદર્શનનું વિશ્વના તત્ત્વાર્થ દર્શનમાં આગવું પ્રદાન છે. આ ધર્મના સિધ્ધાંતો અહિંસા, અનેકાન્તવાદ, અપરિગ્રહ, જીવનની પ્રત્યેક પ્રકારની પરિસ્થિતિમાં સૂક્ષ્મ વિચાર તેનું સંસ્કૃત, પ્રાકત, ગુજરાતી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ વિપુલ, વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ સાહિત્ય વગેરેનું અર્વાચીનકાળના સંદર્ભમાં અભ્યાસ અને સંશોધન કરવું અનિવાર્ય છે. ભારત અને વિદેશોમાં જૈન સાહિત્ય અને સંસ્કૃતિનો સંશોધનમૂલક અભ્યાસ અને સંશોધન થઈ શકે. જૈન અને જૈનેતર અભ્યાસીઓને જોઈતી સામગ્રી અને સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે, અધ્યયન અને સંશોધનનું પ્રેરણાદાયી વાતાવરણ નિર્માણ થાય એવી લાંબાગાળાની કાયમી યોજનાને મૂર્તિમંત કરવા માટેના શુભાશયથી જૈન એકેડેમીની સ્થાપના કરવામાં આવી છે. કાર્યક્ષેત્રઃ જૈન એકેડેમીનું મહત્ત્વનું કાર્યક્ષેત્ર યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસ્નાતક કક્ષાએ એમ.એ. અને ત્યાર પછી એમ. ફિલ., પીએચ.ડી. તથા સ્નાતકકક્ષાએ સર્ટિફિકેટ અને ડીપ્લોમા કોર્સ માટે જૈન ધર્મનો અભ્યાસક્રમ દાખલ કરવાનો છે. જૈન ધર્મની પ્રાકૃત, સંસ્કૃત અને અન્ય ભાષાઓમાં સુરક્ષિત રહેલી જ્ઞાનસાગરની સમૃદ્ધિ સમાન હસ્તપ્રતો તથા અન્ય જૈન સાહિત્યનું અધ્યયન અને સંશોધન કરવાનું છે. તદુપરાંત વિવિધ પરિસંવાદ ને પ્રકાશનની પણ યોજના છે. આ હેતુ સિદ્ધ કરવા માટે સુવિધાપૂર્ણ ગ્રંથાલયોનું નિર્માણ અને સ્કોલરશીપ આપીને નિયત કરેલા અભ્યાસક્રમમાં અભ્યાસ અધ્યયન અને સંશોધન માટે આવશ્યક સુવિધાઓ ઊભી કરીને યુનિ. તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ જૈન ધર્મના તીર્થધામ બની રહે એવી મંગલ ભાવના છે. મુંબઈ યુનિવર્સિટી, મુંબઈ જૈન એકેડેમીની સ્થાપના મુંબઈ શહેરમાં ઈ.સ. ૧૯૯૫માં થઈ અને જાન્યુ. ૧૯૯૬ થી મુંબઈ યુનિ.ના તત્ત્વદર્શન વિભાગમાં જૈન એકેડેમી એજ્યુકેશનલ એન્ડ રીસર્ચ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેન્ટર દ્વારા મુંબઈ યુનિ.માં એસ.એ., એમ. ફિલ્. અને પીએચ.ડી. કક્ષાના અભ્યાસક્રમમાં જૈનધર્મને સ્થાન આપવામાં આવ્યું છે. મુંબઈ યુનિ. તરફથી જૈનોલોજીનો સર્ટિફિકેટ અને ડીપ્લોમા કોર્સ ઘણી સફળતાપૂર્વક ચલાવવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 278