Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 8
________________ કહેવાય છે. સામાન્ય કેવળજ્ઞાની ભગવંતો આ પદમાં આવતા નથી. અરિહંત (તીર્થંકર) થનારા તીર્થકર ભગવંતો પણ સર્વકર્મોનો ક્ષય થવાથી આ અંતિમ મનુષ્યભવ પૂર્ણ કરી મોક્ષે જાય ત્યારે ત્યારે તેમને પણ સિદ્ધ કહેવાય છે. અને તીર્થંકરપદ પામ્યા વિના પુંડરીકસ્વામી, ગૌતમસ્વામી, જંબુસ્વામી વિગેરે જે સર્વકર્મક્ષય કરી મોક્ષે જાય, ત્યારે તેમને પણ સિદ્ધ કહેવાય છે. એમ બન્ને અવસ્થામાંથી સિદ્ધ થનારને નમસ્કાર કરેલ છે. આ અરિહંત અને સિદ્ધ એમ બન્ને પ્રકારના પરમાત્મા હોય છે. પ્રશ્ન : આ બન્ને પરમાત્માને ઓળખવામાં ખાસ કંઈ લક્ષણો છે? ઉત્તર : હા. જે વીતરાગ હોય અને સર્વજ્ઞ હોય તે પરમાત્મા કહેવાય છે. આ બે લક્ષણો પરમાત્માને ઓળખવામાં ખાસ ચિહ્નો છે. જેઓ પોતાના જીવનમાંથી રાગ-દ્વેષાદિ શત્રુઓનો નાશ કરી વીતરાગ બન્યા છે તથા સંપૂર્ણ જ્ઞાન મેળવી સર્વજ્ઞ બન્યા છે. તે જ અરિહંત અને સિદ્ધ કહેવાય છે. પ્રશ્ન : તીર્થંકરપણે શું કરવાથી પ્રાપ્ત થાય? ઉત્તર : ગયા જન્મોમાં (છેલ્લેથી ત્રીજા જન્મમાં) એવી ઉમદા ભાવના ભાવે છે કે મારી એવી શક્તિ ક્યારે આવે કે હું સર્વ જીવોને ધર્મના રસિક બનાવું. એવા પ્રકારની પરોપકાર કરવાની સર્વોત્તમ ભાવના વડે તીર્થકર નામકર્મ બંધાય છે. આ તીર્થંકર થનારા જીવો વચ્ચે એકાદ દેવ - નરકનો ભવ કરી અન્ત મનુષ્યપણે જન્મી તીર્થંકર થાય છે. પ્રશ્ન : તીર્થકર એટલે શું? ઉત્તર : જેનાથી સંસાર તરાય તે તીર્થ. સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ એ તીર્થ કહેવાય. તેને કરનારા તે તીર્થકર કહેવાય. જ્યારે પ્રભુ તીર્થકર થાય, કેવળજ્ઞાની બને ત્યારે તેમને ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય છે અને ચાર અઘાતી કર્મો બાકી રહે છે. તેવા કેવલીપણે વિચરતા સંઘની સ્થાપના કરનારાને અરિહંત પ્રભુ કહેવાય છે. તે તીર્થંકર પ્રભુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 152