Book Title: Jain Dharma na Maulik Siddhanto Author(s): Dhirajlal D Mehta Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 7
________________ નવા નવા તીર્થકર ભગવન્તો આ ભરતક્ષેત્રમાં તેને પ્રકાશિત કરે છે. અને મહાવિદેહ ક્ષેત્રમાં તો કાયમ તીર્થંકર ભગવન્તો હોય જ છે. અને તેઓ આ ધર્મનો ધોધ વહેરાવતા જ હોય છે. ટેપ નં. ૧ “એ” આ કારણથી જ આ જૈનધર્મ તે કોઈ બીજા હિન્દુધર્મનો કે બૌદ્ધધર્મનો ફાંટો કે વિભાગ નથી. સ્વતંત્ર છે અને તદ્દન સત્ય છે. જગતની જે સ્થિતિ છે તેને યથાર્થપણે સમજાવી છે. જે સત્ય હોય છે તે કોઈના અંશરૂપ હોતું નથી. સંસારમાં જીવ-અજીવ આદિ જે પદાર્થો છે તે પદાર્થોનું સાચું તત્ત્વજ્ઞાન અને તેમાંથી તરવાનો ઉપાય બતાવનારા તીર્થકર ભગવન્તો અરિહંત કહેવાય છે. “અરિ-દુશ્મન, હંત-હણનારા આત્માના અંતરંગ શત્રુઓ રાગ-દ્વેષ, મોહ-માયા આદિને હણનારા, નાશ કરનારા જે પરમાત્મા તે અરિહંત કહેવાય છે. તેમને હું ભાવથી નમસ્કાર કરું છું. પહેલા પદમાં અરિહંત ભગવન્તોને નમસ્કાર કરેલ છે. શબ્દોના અર્થો બે પ્રકારના હોય છે. (૧) નિરુક્ત અર્થ, અને (૨) વ્યુત્પત્તિ અર્થ. શબ્દોમાં આવેલા અક્ષરોને ધ્યાનમાં લઈને જે અર્થ કરીએ તે નિરુક્તાર્થ જેમ કે “શ્રાવક' શબ્દનો અર્થ શ્ર-શ્રદ્ધા, વ-વિવેક, ક-ક્રિયા, આ ત્રણ ગુણો જેમાં હોય તે શ્રાવક. આવી રીતે અંતરંગ શત્રુઓને હણનારા એવો અરિહંત શબ્દનો જે અર્થ તે નિરક્તાર્થ છે. અને સંસ્કૃત ભાષાના ઘાતુ તથા પ્રત્યયથી કારકને અનુસારે થયેલો જે અર્થ તે વ્યુત્પત્તિ અર્થ કહેવાય છે. જેમ કે “શ્રણોતીતિ - ગુરુનું વચન જે સાંભળે તે શ્રાવક તેવી રીતે અરિહંત શબ્દમાં મૂળ “અ” ધાતુ છે. લાયક-યોગ્ય એવો અર્થ છે. જગતના સામાન્ય માનવીમાં ન ઘટે એવા ૪ + ૧૧ + ૧ = ૩૪ અતિશયોને જે યોગ્ય હોય તે અહંન્ત એટલે કે અરિહંત કહેવાય છે. આ વ્યુત્પત્તિ અર્થ છે. પહેલાં નિરુક્તિ અર્થ પ્રમાણે તીર્થકર ભગવન્તો ઋષભદેવાદિ અને તીર્થકર થયા વિના કેવળજ્ઞાન પામી મોક્ષે જનારા સામાન્ય કેવળજ્ઞાની એમ બંનેને અરિહંત કહેવાય. કારણ કે બંને પ્રકારના પરમાત્માઓ આત્માના શત્રુને હણનારા છે જ. પરંતુ પાછલા વ્યુત્પત્તિ અર્થ પ્રમાણે ફક્ત તીર્થંકર પરમાત્માને જ અરિહંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 152