Book Title: Jain Dharm nu Utkrushta Swarup
Author(s): Yashovijay Jain Granthmala
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 8
________________ ૪ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કિંચિત્ વક્તવ્ય 8૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૧૬૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ પરમ પ્રભાવક, મહાન તત્ત્વચિન્તક અને સમયધર્મી પ્રખર વિદ્વાન સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીનું જીવન સંઘકાલીન મહાપુરૂષોનાં જીવનમાં અનેરી ભાત પાડે છે. એ પ્રાત:રણીય પરમપૂજ્ય મહાત્માનું ધર્મસેવાપરાયણ પુણ્યજીવન અહિંસા, સત્ય, ત્યાગ, ચારિત્ર અને નિર્ભયતાની વિરલ વિભૂતિરૂપ આ યુગના એક મહાન સમર્થ સંતપુરૂષની કીર્તિગાથા ઉચ્ચરે છે. તેમનું અવિરત ઉત્સાહ, ધૈર્ય, આત્મગ ને શ્રમયુક્ત જીવન પરોપકારિતાની ક્ષણે ક્ષણે ઝાંખી કરાવે છે. | સ્વર આચાર્યશ્રીની ધર્મસેવા ને સાહિત્યસેવા ખરેખર અનુપમ હતી. તેમણે પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપદેશ તથા પત્રવ્યવહારધારા, પૌત્ય અને પાશ્ચાત્ય વિદ્વાનોમાં જ્ઞાનપ્રચાર કરીને, જૈનધર્મને વિજયધ્વજ ફરકાવ્યો હતો. અદ્દભુત તાત્ત્વિક વિચારસરણીથી, તુલનાત્મક અને રચનાત્મકદષ્ટિએ જગતભરના અનેક પ્રખર વિદ્વાનોને જૈનધર્મનાં ઉત્કૃષ્ટ સ્વરૂપનું સુંદર ભાન કરાવ્યું હતું. - જનસેવાના અનેક પ્રકારના કાર્ય હોવા છતાં, આચાર્ય શ્રીએ આખું જીવન અહર્નિશ ધર્મપ્રચારનું કાર્ય કરવામાં જ વ્યતીત કર્યું હતું. તેઓ ઉપદેશ તેમજ પત્રવ્યવહાર દ્વારા, અત્યંત વ્યાપક ક્ષેત્રમાં ધર્મપ્રચાર કરતા હતા. ધર્મપ્રચારનાં કાર્ય નિમિત્ત, તેમને પત્રવ્યવહાર અકલ્પનીય રીતે વિપુલ બની ગયો હતો. આચાર્યશ્રી આ રીતે અનેકાનેક પંડિતો અને ધર્મજિજ્ઞાસુઓને સત્ય ધર્મ અને સત્ય જીવનના પરમ માર્ગદશક બન્યા હતા. આચાર્યશ્રીએ વિશાળ પત્રવ્યવહારથી અનુપમ સાહિત્ય સેવા પણ કરી હતી. તેમના હજારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80