Book Title: Jain Dharm nu Utkrushta Swarup
Author(s): Yashovijay Jain Granthmala
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ નવયુગના એક પ્રખર વિચારકને અનુરૂપ ઉદાર વિચારોથી, એકતા અને સમન્વયની દૃષ્ટિએ સત્યધર્મનું સુંદર રીતે પ્રરૂપણ થયું છે. રથ જ્ઞાનરાત્રિા એ પરમોપકારી સિદ્ધાન્તની જનતાને ઝાંખી થઈ છે. જેનધર્મને ત્યાગમાર્ગનો પવિત્ર આદેશ હજારેએ ઝીલ્યો છે. જેનધર્મની તાત્વિક વિચાર-સૃષ્ટિ અને આસ્તિકતાના સંબંધમાં અનેક સંશોનું નિવારણ થયું છે. જેનધર્મ સર્વ જીવોને પરમ કલ્યાણકારી વિશ્વધર્મ છે, એવી હજારેને નિરતિશય પ્રતીતિ થઈ છે. તીર્થકર ભગવંતોના સત્ય, સુખ અને શાતિદાયી ધર્મને સર્વોચ્ચ અને દિવ્યસિદ્ધાન્તોનું અનેક અજૈન અભ્યાસીઓને જ્ઞાન થયું છે. જેનધર્મનું પાલન એ વિશ્વના પ્રાણીમાત્રનો Birth-right જન્મસિદ્ધ હક્ક છે, એવી અનેરી શ્રદ્ધા અનેકાને ઉદ્દભવી છે. જેનધર્મની બુદ્ધિગમ્યતા અને અપરાજેયતાને સમર્થતત્ત્વજ્ઞાનીઓને પણ પ્રત્યય થયું છે. જેનધર્મના અમૂલ્ય અને સૂક્ષ્મ સિદ્ધાન્તોનું અનાવરણ થયું છે. સત્યપ્રજ્ઞાની પ્રાપ્તિથી, હજારોને અત્યંત આહલાદ થયે છે. જેના સિદ્ધાન્તનાં જ્ઞાનથી, સેંકડે મધ્યસ્થાને અનુપમ સુખ મળ્યું છે. સુખનાં પ્રધાન કારણ અને વિશ્વના પરમ સિદ્ધાન્તરૂપ સત્યમેક્ષદાયી ધર્મને સહુ કોઈ જાણી શક્યું છે અને તેથી પરમ સત્યનો પ્રચાર થયો છે. આત્માનાં સર્વોચ્ચપદ ( ૫રમાત્મસ્વરૂપ ) અને અમરજીવનની સત્યવિચારણાનાં દિવ્યઆંદોલનો દુનીયાભરમાં ફેલાયાં છે. સદ્ધર્મની પ્રાપ્તિથી, હજરોનાં જીવન કૃતકૃત્ય બન્યાં છે. અનેક સુજ્ઞપુરૂષોએ દઢ આસ્તિય પૂર્વક જૈનધર્મ ગ્રહણ કર્યો છે. જગતના સર્વોત્કૃષ્ટ જેનધર્મ અને તેનાં સર્વશ્રેષ્ઠ સાહિત્યની પત્રવ્યવહારધારા પણ આવી અનુપમ સેવા એ સ્વર આચાર્યશ્રીની અપૂર્વ ધર્મ ધગશ અને શાસનસેવા પરાયણતાના જવલંત દષ્ટાન્તરૂપ છે. આવું અણમૂલ પત્ર–સાહિત્ય એ વિશ્વવંદ્ય મહાત્માને સ્વતઃ ગૌરવરૂપ છે, એ નિર્વિવાદ છે. એ પત્ર–સાહિત્ય જ એ વંદનીય મહાપુરૂષની પુણ્યસ્મૃતિનાં હજારે સ્મરણો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80