Book Title: Jain Dharm nu Utkrushta Swarup
Author(s): Yashovijay Jain Granthmala
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 71
________________ ( ૨૮ ) સર્વજ્ઞ હેવાથી, જનતાની વાસ્તવિક પ્રગતિ શું છે અને ખરૂં સુખ શું છે તે તેઓ જ સમજી શકે છે. - જૈન શાસ્ત્રોનું પ્રાચીન દષ્ટિબિન્દુથી અધ્યયન કરવું એ જેટલું આવશ્યક છે તેટલું જ એ શાસ્ત્રોમાંથી જનતાને ઉપયુક્ત અને કલ્યાણકારક તત્વ શોધી કાઢવું એ આવશ્યક છે. આથી એ શાસ્ત્રોનાં અધ્યયન ઉપરાંત, એ શાસ્ત્રોનાં ઉપયોગી તો શોધી કાઢવામાં સદા મગ્ન રહેવા, હું આપને એક મિત્ર તરીકે સૂચન કરૂં છું. ધર્મશાસ્ત્રોના ઉપયુક્ત તો જાણવાં એ સત્ય ધર્મ છે. જેનશાસ્ત્રો સર્વશ્રેષ્ઠ વૃક્ષારૂપ છે. એમાંથી ઉત્તમમાં ઉત્તમ ફળો ઉત્પન્ન થયા કરે છે એવી મને ખાત્રી છે. જેનશાસ્ત્રોરૂપ ઉત્તમ વૃક્ષોનાં ઉત્તમ ફળોનો આસ્વાદ તમે અને હું ક્ય કરીએ અને એ ફળોનો આસ્વાદ જનતાને પણ નિરંતર કરાવીએ એવી મારી નમ્ર અભિલાષા છે. - ધર્મોના તુલનાત્મક અભ્યાસમાં, આપે આપનું જીવન પ્રાય: વ્યતીત કર્યું છે. આપની કીર્તિ સર્વત્ર પ્રતિષ્ઠિત થયેલ છે. તુલનાત્મક તત્ત્વજ્ઞાન અને તુલનાત્મક સાહિત્યનાં અધ્યચનમાં પણ આપે ઘણાયે કાળક્ષેપ કર્યો છે. યુરોપીયન હોવાથી, આપને યુરોપીયાનાં જીવનને બહુ સારો અનુભવ છે. યુરોપીયન સંસ્કૃતિથી આપ સારી રીતે પરિચિત છે. આથી સુરેપના જે જે દેશમાં આપને સત્ય ધર્મની ઉણપ જણાય તે તે દેશમાં આપ સત્ય ધર્મને પ્રચાર સારી રીતે કરી શકે તેમ છે. જનતાની પ્રગતિનાં સામાન્ય ઉદ્દેશને કારણે, આપણું અને વચ્ચે મૈત્રીનું જે ચિરસ્થાયી અને સહદય બંધન છે તે મૈત્રીનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80