Book Title: Jain Dharm nu Utkrushta Swarup
Author(s): Yashovijay Jain Granthmala
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 57
________________ ( ૧૪ ) હવે આપણે માંસાહારના પ્રશ્નને આધુનિક દષ્ટિએ વિચાર કરીએ. આધુનિક કાળમાં, ખાદ્ય પદાર્થોનું પૃથક્કરણ વૈજ્ઞાનિક દષ્ટિએ થયું છે. એ પૃથક્કરણ ઉપરથી, ફળ, સૂકાં ફળ આદિમાં માંસ કરતાં વિશેષ પોષક તત્ત્વો હોવાનું માલુમ પડ્યું છે. કોઈ મનુષ્યનું શરીર સ્વસ્થ હોય તો, તેનું ચિત્ત પણ સ્વસ્થ રહે છે. આ સિદ્ધાન્ત એ તે સત્ય છે કે, તેની સત્યતા સિદ્ધ કરવાને માટે કોઈ સવિશેષ પ્રમાણુની આવશ્યકતા રહેતી નથી. જે મનુષ્યનું સ્વાથ્ય સારું હોય તેનામાં કાર્ય કરવાની શક્તિ વિશેષ હોય છે એ આપણે સારી રીતે જાણીએ છીએ. માંસાહારી દેશે માં જે જે વ્યાધિઓ માલૂમ પડે છે તેમાંના ઘણાખરા માંસાહારથી જ પરિણમે છે. ગમે તેવું સારું જણાતું માંસ પ્રાય: રોગોત્પાદક હોય છે. ગમે તેવું સ્વચ્છ અને સ્વાચ્ચદાયી જણાતું માંસ ઓછેવત્તે અંશે ક્ષત્પાદક અવશ્ય હોય છે. સારામાં સારા માંસની ઉત્પાદકતા, સરકારી નિરીમકેની સંપૂર્ણ કાળજી છતાં બીલકુલ પારખી શકાતી નથી. આ ઉપરાંત, માંસાહાર નિમિત્તે જે જાનવરોની કતલ કરવાની હોય તે જાનવરે ક્ષય રહિત હોય એવું ભાગ્યે જ બને છે. ઇંગ્લંડના શાહી કુટુંબની ગાયે ક્ષયગ્રસ્ત હેવાનું દષ્ટાન્ત તાજી જ છે. આથી એ સંબંધમાં કંઈ વિશેષ કહેવાની જરૂર રહેતી જ નથી. બુદ્ધિશાલી કાર્યકરોને માટે, માંસાહાર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પ્રતિકૂળ છે એમ આ સર્વ ઉપરથી મને તો લાગે છે. માંસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80