Book Title: Jain Dharm nu Utkrushta Swarup
Author(s): Yashovijay Jain Granthmala
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 60
________________ ( ૧૭ ) કાવી અટકાવાતી નથી. મહાન અને બળવાન્ પ્રાણુઓને નિર્વાહ નાનાં પ્રાણીઓ ઉપર ચાલે છે, જીવન-કલહમાં ખરેખરાં બળવાનું પ્રાણીઓ જ ટકી શકે છે એમ કુદરતમાં સર્વત્ર જોવામાં આવે છે. પ્રકૃતિને આ એક અનિવાર્ય નિયમ છે. ખેડુત અસંખ્ય જીની હિંસા કરે છે. વનસ્પતિના આરોપણ અને ઉગમમાં પાર વિનાના જીવોની હિંસા થાય છે. પૃથ્વી, પાણું આદિ અસંખ્ય જીવોથી ભરપૂર છે. સમગ્ર વિશ્વ જીવેથી જ વ્યાસ છે. આથી છની હિંસા પ્રતિક્ષણે થયા જ કરે છે. જેન સાધુઓ અને શ્રાવકે (ત્રતધારી) બરાબર ઉકાળેલું પાણે વાપરે છે એ આપ સારી રીતે જાણે છે. જે પાણી બરાબર ઉકાળેલું ન હોય તે પાણીને ઉપયોગ જૈન સાધુઓ અને શ્રાવકો નથી કરતા. પાણું બરાબર ઉકાળ્યા પછી, તેમાંથી ત્રણ વાર બુદ્દબુદો પરપોટા )નું નિઃસારણ થયા બાદ, તે પીવાને લાયક બને છે. વર્ષાઋતુમાં પાછું ત્રણ ત્રણ પ્રહરને અંતરે ઉકાળવું જોઈએ. શીત અને શ્રીમતુમાં પાણી ઉકાળવાનું અંતર અનુક્રમે ૪ પ્રહર અને પાંચ પ્રહરનું છે. આ પ્રમાણે પાણી ઉકાળીને પીવાને ઉદ્દેશ, જીવોની હિંસા બને તેટલી ઓછી થાય એ જ છે. પણ જ્યાં સુધી ઠંડું હોય ત્યાં સુધી, તેમાંના સૂક્ષ્મ જીવની વૃદ્ધિ અગણિતપણે સમયે સમયે થયા જ કરે છે. પાણી બરાબર ઉકળેલું હોય તે, સૂક્ષ્મ જીવે તેમાં અમુક કાળસુધી વિદ્યમાન હતાજ નથી. આથી એ સ્થિતિમાં, જેની વૃદ્ધિ અને વિનાશ અશકય જ બને છે. ઉકાળેલાં પાણીમાં ની ઉત્પત્તિ જે તે નિશ્ચિત સમય બાદજ થાય છે. જે પાણી ૭૮° ફેરનહીટથી વધારે ઉકાળેલું હોય તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80