Book Title: Jain Dharm Vikas Book 03 Ank 08
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 12
________________ ૧૭૮ જૈનધર્મ વિકાસ, ઉંમરે વિ. સં. ૧૮૬૨ ના ચૈત્રત્ર સુદિ ચોથે થયે. તેઓ ગુર્જર ભાષાના કવિ વર્ગમાં અગ્રેસર તથા સ્વ પર સિદ્ધાંતના જાણકાર, પરમ ગીતાર્થ હતા. તેમણે ૫૫૦૦૦ નવા લેક બનાવ્યા. પ૭ વર્ષ સુધી સંયમની સાધના કરી. અને સંસ્કૃત ભાષામાં ગદ્યમય શ્રી જયાનંદ કેવલી ચરિત્ર વગેરે ગ્રંથ બનાવ્યા તથા ગુજરાતી ભાષામાં ચાતુમાસિક (માસી) દેવવંદન, જિન સ્તવન વીશી, નવપદ પૂજા, નવાણુ અભિષેકની પૂજા, ઉપાય શ્રી યશોવિજયજી મહારાજે બનાવેલા ૧૫૦-૩૫૦ ગાથાના બંને સ્તવનના સ્તબકાર્થ [બાલાવબોધ] વગેરે ગ્ર બનાવ્યા. તેઓશ્રી શ્રી જેન્દ્ર શાસનના પરમ પ્રભાવક હતા. વિશેષ મીના શ્રી પદ્યવિજયરાસમાંથી જાણવી. (અપૂર્ણ) ધમ્ય વિચાર લેખક –ઉપાધ્યાયજી શ્રીસિદ્ધિમુનિજી (ગતાંક – પૃષ્ઠ ૧૩૨ થી અનુસંધાન) આખા સંસારમાં જ તેને હવે સાર સમજાતું નથી. તે “મોજમાં રોજ' જ જુવે છે. અને હરનીશ ઘિ તાં જ નં ર મ ર મ ર માં ' ની પ્રબળ લાગ. ણીથી પ્રેરાય છતો સંસારમાં કોઈ પણ સ્થળે અભય કે શાંતિ જેતે નથી. 'सेव्या नितम्बाः किमु भूधाराणामुत स्मरस्मेरविलासिनीनाम्' से प्रश्न उत्तर હવે આબાદ મળી જતાં તે રાજા સંસારથી નિવૃત્ત થઈ પર્વતના નિતંબ જ સેવવાનું નકી કરી બેઠે છે. સ્ત્રીઓના નિતંબ સેવનનું હવે તેને પ્રાયશ્ચિત્ત કરવાનું છે. રેતીથી ગોઠવેલી ગાદી વિખેરી નાખી, દેરંગી દુનિયાને અવગણી તે હવે ઉદાસીનવૃત્તિથી જ વિચરવાનું પસંદ કરે છે. લોકિક ત્યાગ વૈરાગ્યનાં શ્રવણે પણ સંસ્કારી “મહાવીરના અનુયાયીઓને અવશ્ય કાંઈના કાંઈ કલ્યાણકારી શિખવ્યા સિવાય રહેશે નહિ ! પ્રેમી! આજે તું મારું છે? આવતી કાલે તું મારું રહેશે? ગત ભવમાં આપણે એક બીજાનાં હતાં? આપણે મિત્રભાવે મળ્યાં છીએ કે શત્રુભાવે ? આપણે એક બીજાને માટે મરીશું કે એક બીજાને મારીશું? આવતા ભવમાં એક બીજાનાં રહીશું કે અપાર છુટાં પડી જઈશું? શી ખાતરી ? જે ખાતરી ન હોય તો આપણે હવે આપણા પ્રેમને દિસ્થતાના મિથ્યા વિશેષણેથી ન નવાજતાં, ને પંપાળતાં, તેને છેલ્લી સલામી જે બધી જોઈએ,

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28