Book Title: Jain Dharm Vikas Book 03 Ank 08
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 14
________________ જૈન ધર્મ વિકાસ. ચંદ્રસૂરિની “મહાવીર”ના સિદ્ધાન્તાનુસારી દયાભરી વાણીનું અમૃતપાન કર્યું હતું. દયાની હે મીઠી વાતે ઘણાઓએ કરી, પણ તેનો વ્યવહારૂ ઢઢરે “કાવી અને તેના અનુયાયીઓ સિવાય બીજાએ પીટાવ્યો હોય, તેમ ઈતિહાસ કહેતા નથી. કેઈ કઈ આગળ વધ્યા હશે, પણ તેઓ , માંકડ, પરા સુધી પહોંચ્યા નથી એ નિશ્ચિત જ છે. ચીન, જાપાન, બર્મા, અને સીલેન ‘ઘણા સમયથી માંસાહારી છે, અને માંસ દયાનો નાશ કર્યા સિવાય ગળે ઉતરતું નથી. તપાસી જોશે તે માલમ પડશે કે, સર્વ જીના રક્ષણનું પિયરસમું શાંતિજનક અને નિર્ભય સ્થળ ફક્ત “કgવી'નું વ્યવસ્થિત બંધારણ જ છે. ત્યાં સ્વર્ગ કે સુખને માટે પશુ હિંસા, ત્યાં કષાય કે વિષયને પોષવાના નથી જીવના ઘાતો ત્યાં નથી. ધર્મને બહાને મનુષ્યની અસહિષ્ણુતા સૂચક કતલ, અહિં માર એ શબ્દ સાથે જ વિરોધ છે. અહીં દુઃખી જગતના જીવોના પ્રતિ કરૂણાના જ અવાજે છે. અહીં આવેશ વશથી પણ મારવાની ભાવના માત્ર ધરનારા સમર્થ પુરૂષને ચૌદસે ચુંવાળીશ ગ્રંથ રચવાનાં જબરાં પ્રાયશ્ચિત્ત છે. કોઈ પણ જીવને મન વચન કાયાથી ન મારવાની ન મરાવવાની કે મારતાને ને અનુમોદવાની પ્રતિજ્ઞા આ જ કરૂણ ભર્યા બંધારણમાં બંધાયેલી છે. વિધમી, - અજ્ઞાન, અનુપયોગી અને ઉપદ્રવીઓના પર પણ અહીં કરૂણ વરસાવવાનાં વિધાન છે. હેતુ, સ્વરૂપ અને અનુબંધ હિંસાનાં જ્ઞાન કરી તેથી વિરમવાના માર્ગો લેવાની સુવિચારસરણી અહીંજ નિમળપણે વહેતી છે. રાગ દ્વેષ અને મહેને અટકાવવા તથા દિલને પ્રભુ તરફ વાળવા બ્રહ્મચર્યનો મહિમા ગવાયો છે. કેટલાક બળ વિગેરે લૌકિક લાભની ખાતર તેનાં ગીત ગાય છે. વિષયના ઉપભેગથી થતી ની હાનિ અટકાવવા બ્રહ્મચર્ય પાલનના બીજા હેતુઓ સાથે સૂક્ષમદષ્ટિથી વિચારાયે હોય તો તે રાગદ્વેષને જીતનારા વિજયી મહાવીર ના સદજ્ઞાનમાં જ, બીજે નહિ. જયણું-જીવયતનાનાં સર્વ સાધનોનો ખૂબીથી વપરાશ, એ જ્ઞાનના આધારે જ કરવાને વ્યવહારૂ માર્ગ આ વિજયવંતાઓના અનુયાયીઓ જ ખેડી શકે, કે ખેડવાની હોંશ રાખી શકે. અનુકંપા વગરને - શમ્સ એઓને અનુયાયી થતું નથી. આ જેવી તેવી એ “મા ”ની મહત્તા નથી. તેઓ બળતા સાપને બચાવવા પ્રયત્ન કરે છે. અને તેનો ઉદ્ધાર કરવાની સ્વાભાવિક ભાવનાથી તેને ઈષ્ટ નમસ્કાર દઈ સ્વર્ગીય બનાવે છે. વળી તેઓ દયાની ખાતર લગ્નને અને પૂર્વ ભવના સંબંધને તરછોડી વરયાત્રાને પાછી વાળી શકે છે, અને ગિરનારનાં ગાઢાં જંગલમાં જઈ તપ તપી શકે છે. વળી એ “મહાવી” ડંશ દેતા દષ્ટિ વિષ સને કરૂણની ભીની નજરે નિહાળી શકે છે, અને તેને શાંત કરી પૂર્વભવના ક્રોધને ઉપશમાવરાવી શકે છે. આવા આવા આદર્શોના દેનારા “મવીરો' આજે પણ તેમનાં ધ્યાનસ્થ પ્રતિબિંબોથી 'આ આદેશને કારુણ્ય શિખવી રહ્યા છે. જન્માંતરમાં નિર્દયતા વપરાઈ હોય,

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28