Book Title: Jain Dharm Vikas Book 03 Ank 08
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 16
________________ મિત્ર જૈનધમ વિકાસ. તમારી લાગણીઓને સબળ બનાવવા ઘણું જ ઓછું શિક્ષણ આપ્યું છે. તે પણ તમારી દયા વખતે વખત જણાઈ આવે છે. ‘જીરાનો છે કે ‘ગામ તમારા ગૃહસ્થ જીવનમાં તમને કર્યા સિવાય ચાલતું નથી પણ તમે તેથી ડરો છે, ના પસંદગી કરે છે. જીવવાળાં અભક્ષ્ય અને રાત્રિભૂજન કરવાં તમને ગમતાં નથી. એટલું જ નહિ પરંતુ પોતાના સંબંધીઓને પણ તેથી અટકાથવા મો છો. અને વખતે અટકાવી પણ શકે છે. દયા વગરના થઈ અભક્ષ્ય કરનાર, રાત્રિભોજન કરનારા, બટાટા કાંદા નહિં મૂકનારા જે વ્યર્થ ડહાપણ કરે છે, તેનાથી તમે કેટલ્લી ઉત્તમ દયાવંતીઓ છો તે એ મૂખાઓ ન સમજે પણ દયાના રસમાં ઝીલનારા સજજને સમજે જ છે. “મgવીના અનુયાયી ગાથાતી ઘણીય બહેને અજ્ઞાનથી, મેહથી, અનાચારથી હિંસા કરતી હશે તે પર પણ તેથી ક્યાં સર્વથા મુક્ત છે. પણ સ્ત્રીઓના હાથે થતાં ઘણું હિંસક શિખામાં પુરૂષોની જવાબદારી વિશેષ છે. કારણ–આ આર્યદેશમાં સ્ત્રીઓને વર્ગ સ્વામી નથી પણ બહધા સેવક છે. અને જેવો દેનાર મળે તે પ્રમાણે તે દેરાય છે. આમ છતાં સત્તાધીશ પુરૂષો તેમને ઘણીવાર વધારા પૂરતું દંડી નાખે છે. કે જેઓ તેમના અમુક દોષને આખા સ્ત્રી વર્ગના શિરે ઓઢાડવાની હિમ્મત કરતા હોય છે. આ આખા વર્ગમાં તેમની જન્મદાત્રીઓ પણ આવી - જાય છે, તેમનું પણ તેઓ સાથે સાથે અયોગ્ય અટકથાળું કરી નાખે છે, એનું પણ તેમને ભાગ્યે જ ભાન હોય છે. એમને ખબર રાખવાની દરકાર નથી કે તેની દયાથી જ તેમનું જગતમાં અસ્તિત્વ છે. માતાએ જે દયા દર્શાવી છે, તે પિતે જગત પર દર્શાવી ન શકે તે મનુષ્ય પોતાને મળેલો–પોતાની જનેતા તરફથી મળેલ પહેલે જ પાઠ કૃતધી થઈ ભૂલી જાય છે. પિતાનું દુઃખી હૃદય જેમ દયા યાચે છે, તેમ દુ:ખી જગતું દયા યાચે તે તેમાં કઈ નવાઈ નથી. પોતે જે યાચે અને ચાહે તે જગતને આપવા દરેક જન ફરજથી અવશ્યમેવ બંધાય જ છે. પ્રભુ કૃપા દ્રષ્ટિથી પિતાને ત્યારે જ નિહાળે કે જ્યારે પોતે સમર્થ હોઈ, ઉતરતી પંક્તિઓના સર્વ દીન-અનાથને કૃપાદ્રષ્ટિથી જેવા તૈયાર હેય. જે પોતે કૃપાળુ નથી, તેને કૃપાની કિસ્મત નથી. અને કૃપાની કિસ્મત ન આંકનારાને પ્રભુ કૃપા કેમ દર્શાવી શકે ? સમર્થ પ્રભુઆત્મા પિતાના સ્થળમાં કૃપાને જોતો નથી, ત્યાં તેના પિતાના માટે જ કૃપા સ્થાથી આવી વસે ? “મદાવીએ જે અંહિસા અને દયાનું સ્વરૂપ દશાવ્યું છે તે શીખે, તેના અનુયાયીઓ પાસે તેનું મનન, નિદિધ્યાસન કરે અને તેને અમલમાં મૂકવા સતત પ્રયત્ન કરે; એ જ સમજદાર મનુષ્યનું સૂર્તવ્ય છે. દયાથી ઉભરાતું હદય થાય ત્યારે જ આ સંસારનાં દુઃખ દૂર થઈ નિવૃત્તિશાંતિ-સુખ અનુભવાશે. જગતને નિર્ભય બનાવનાર જગતમાં ખરેખર નિર્ભય બની શકે છે, (અપુર્ણ).

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28