Book Title: Jain Dharm Vikas Book 03 Ank 08
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 22
________________ ૧૮૮ જૈનય વિકાસ. જાગતા રાખી, આપણી ભૂતકાલિન દિવ્યતાનાં સપૂર્ણ ઇતિહાસ સદાને માટે આપણી પરિચિત દૃષ્ટિ સમક્ષ તરતા રાખે છે. શું તે પવિત્ર ઇતિહાસના સુવ્યવસ્થિત પ્રમાણેા સિવાય આપણે કાઇ હિસાબે જીવત-જાગૃત રહી શકીએ? ગુલાબનું એક કામળ ફૂલ. ર'ગ-રાગ ભરી તેની સુવાસ. તે સુવાસ વડે, તે આખાયે ઉદ્યાનને પવિત્ર રાખી, મઘમઘતું કરી મૂકે. સુવાસની આછી લહેર જ્યારે આખા યે ઉદ્યાનને સુગ ંધિત કરી શકે છે, ત્યારે પવિત્ર સંસ્કૃતિનું કલ્પવૃક્ષ પ્રસુત ગુલામ કેટલું સુવાસિત હશે ? તેની એક-એક મુટ્ઠ-પાંખડીમાં : કેટલી-શક્તિ, ભક્તિ, પ્રેમ, દયા, નીતિ, ઔદાય, શ્રદ્ધા વિગેરે મરેલાં હશે. તે અમર પુષ્પને ચીમળાવી નાખવું તે આજના પ્રગતિવાદી જણતા યુગના મુખ્ય આદશ છે. તેની માવતા પર ખેરના અંગારા વરસાવવા તે આજના વિજ્ઞાનનું મૂળ કાર્ય છે. કિન્તુ-શ્રદ્ધા, સ'પ, ધમ અને અમર આત્મારૂપી ચાર અખંડ વર્તુલમય દિવાલા વડે રક્ષાયેલા તે સાંસ્કૃતિક પુષ્પના કેમળ દેહને અડકવા માટે પહેલાં તે દિવાલાની અભેદ્યતાને કાચી કરવી જરૂરી રહેશે. અને આજના પરદેશી વિદ્વાન્ વિચારકો લગભગ તેજ કાર્યોંમાં ઉદ્યુક્ત થયેલા જણાય છે. છતાં પણ વારસામાં મળેલી અખૂટ સપત્તિને તન-મન અને ધનના તમામ અળ વડે બચાવવી તે આપણા આર્ય પ્રજા તરીકેના પ્રથમ ધર્મ હાઈ, આપણે પ્રથમ તે પવિત્ર સ ંસ્કૃતિના બચાવ માટે જ તત્પર રહેવું જોઇએ. અન્ય તુચ્છ આદર્શને આપણે હૃદયમાં સ્થાન આપવું તે જરૂરી નથી. કેમકે આપણું સમગ્ર જીવન-તે આપણી સંસ્કૃતિગમ્ય પવિત્રતા જ છે. જગતની બીજી પ્રજાઓના આદશ કરતાં આપણે આદશ કંઇક અંશે ભિન્ન છે. આપણા આદશમાં ધર્મ અને આત્માની અમરતા એ એ અમરશબ્દો સમાયેલા હોઇ, આપણે તે બે-શબ્દોના અડગ પાયા પર જ રચાયલી સંસ્કૃતિ પર નભવાનું છે. અને જ્યારે તેમની સસ્કૃતિ તે કેવળ શક્તિ અને સહારની નીતિ પર રચાયલી હાઇ આપણા ઉપરોક્ત અમરાત્મા અને ધર્મ શબ્દથી વિરુદ્ધ જ હાય, તે સ્વાભાવિક છે. એટલે આપણે જગનની આય સિવાયની પ્રજાઓના જીવનમાંથી કંઇક મળે તેા શીખવાનું ખરૂં, પણ તેમના કુટ માદશને તા દૂર જ રાખવા. તેને અને આપણે ગમે તેટલા ગાઢ સંબંધ હોય, કે ભવિષ્યમાં બંધાય છતાંય, આપણા તેમની સાથેના તે સંબંધમાં સાંસ્કૃતિક પરિવર્તન ન સમાઈ જાય તે ખાસ લક્ષમાં રાખવાનું જરૂરી છે. અને જો આપણે તે લક્ષ્ય આપવાનું ચૂકી ગયા, તા જરૂર પતનની ખાઇમાં હડસેલાઇ જઇશું, અને આપણે જ હાથે આપણી પવિત્રતા અપવિત્ર થઇ જવાને ભયે જમીનમાં સમાઇ જશે. સમાનતા અને સહકારની ભાવના આપણુને ન છેતરે, તે માટે સાવચેત રહેવાનું છે.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28