Book Title: Jain Dharm Vikas Book 03 Ank 08
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 20
________________ L જૈનધમ વિકાસ. ઉન્નત માનવસમાજના જેમને ટકાવતી– પવિત્ર સંસ્કૃતિ. મફતલાલ સંઘવી. (૧) આયુષ્યની અંધારી કુંજમાં રંગભર્યાં પ્રકાશ રેલાવતી નિળ તે જ મણિકા તે સસ્કૃતિ. મસુમ તેના પ્રવાહ, મધુરૂં તેનું ગાન અખંડ તેની સુરેખતા, અમૂલ્ય રસ-તેજ ભર્યો કરણે યુ થાયલા એક હીરા, કાળના પ્રચંડ વજાઘાવ ઝીલી તે વધારે દીપ્તિમાન અને સંસ્કૃતિની પણ તેજ અ નીતિ હીરાના જીવન-હીરથી પણ તેનું પાવિત્ર્ય વિશેષ. હીરા શુદ્ધ કાંચનની વીંટીમાં જડાય; તેમ સસ્કૃતિનું નિમાઁળ-ધવલ પ્રકાશ ઝરણું, માનવ-પ્રાણીના વિચાર, વર્તન, વાણી અને વિવેકના શુદ્ધ સાગર તુલ્ય આત્મામાં બળે, ત્યાં જઇ તે સાત્ત્વિક ગાંસ્કૃતિક પુવારા ઉડાડે. પુવારાના પ્રત્યેક શીતળ બિંદુમાંથી પ્રજાના ભૂત, ભાવિ અને વર્તમાનને સુદૃઢ કરતું. ખમીર ઝરે, તેને ઝીલી દિશાએ પુલકિત અને અને માનવ-પ્રાણીની ઉજળી જીવનદશાના શુદ્ધ ઇતિહાસ આલેખાય. ઉષાના આત્માનું રમણીય તેજ પ્રી, જગતની પ્રજામાં પ્રભુતા રેલાવનારા મહાપુરૂષોના જીવંત સ્વર્ગમાંથી સ ંસ્કૃતિની નિર્મળ સ્રોતસ્વિની-ગંગા પ્રગટી. તેના મદ્રાર પ્રવાહને પ્રકૃતિએ ઝીલ્યેા. પુરુષના પારસમાંથી પ્રગટેલી 'સ્કૃતિ પરમ-પુરુષને સ્વીકારતી પવિત્ર ભારતીય આર્ય પ્રજાને વિશેષ રચક નીવડી. અને તેણે તેને વધાવી લીધી. પૂજન, કીર્ત્તન અને સંગીત વડે તેના મહિમા વધાર્યો. કલા અને કવિતાનાં સૂક્ષ્મ પારદર્શક તત્ત્વમાં તેની પ્રતિમા કેાતરી અને તે અમર ખની. આત્માની સુગંધે તેને પ્રીછી અને તેનું અમરત્વ સપ્રમાણ સાબિત થયું. ભારતીય આર્ય-પ્રજાનુ` પવિત્ર જીવન આજે તેજ સત્ત્વભર સ`સ્કૃતિના પાયા પર ટકી રહ્યું છે. અને તે સ ંસ્કૃતિ પણ ભારતની આદશ પ્રજાઓને વળગી રહેલી જણાય છે. પ્રજા અને સ'સ્કૃતિનું સમળ ઐકય આજ સુધી ભારતની પ્રજામય ભવ્યતાને જીવાડી રહ્યું છે. આજની ભય ભરેલી સ્થિતિમાંથી પસાર થવા માટે ભારતની આર્યપ્રજાએ વિશેષ કાબેલ થવાની જરૂર છે. આજના સંગ્રામની ભીષણતાથી ભડકયા પહેલાં તેણે તેના આંતર જીવનને નિહાળવાની ખાસ આવશ્યકતા છે. ચાગમથી ઘેરા મલા નહસ્તિની જે દશા થાય, તે દશા આજ આપણી ભારતીય આર્થપ્રજાની

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28