Book Title: Jain Dharm Vikas Book 03 Ank 08
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 21
________________ પવિત્ર સંસ્કૃતિ. ઉજજવળ સંસ્કૃતિની થવા બેઠી છે. ઘેરાયેલી પરિસ્થિતિમાંથી સત્વર વિમુક્ત થવા આપણે પવિત્ર પ્રજા તરીકે સંયુક્ત થવાની જરૂર છે. સંસ્કૃતિના સંરક્ષણ માટે જીવનના બલિદાનની સાર્થકતા છે. સ્વછન્દ વિહરતા પંખીને આપણે પીંજરમાં પૂરી, લાડ લડાવીએ. પણ તેને તે લાડ વિશેષ ઘાતક નીવડે. અને તે વધારે ને વધારે દુખી થાય. તેની ઉડ્ડયન-શક્તિ પીંજરમાં કેન્દ્રિત થાય. તેનું લીલું વન કેવળ પીંજરમય બને. અને તેને બીન ઉપાયે માનવ-બુદ્ધિને સ્વીકારવી પડે. આજે આપણે દશા પણ પીંજરમાંના પંખી જેવી જ છે. આપણી તમામ આંતર-આહ પવિત્ર શક્તિ આજે સામાન્ય પાઠ-પાઠાંતરોમાં કેન્દ્રિત થઈ ગઈ છે. અને પરિણામે પ્રગતિ સાધવાને બદલે પ્રતિગતિ કરી રહ્યા છીએ જીવનના સ્વર્ગમાં જે વૈભવ અને આધ્યાત્મિક ભવ્યતા હોવી જરૂરી છે, તે આજ આપણે સ્વહસ્તે ખાવા તૈયાર થયા છીએ. ગમથી વષતી અંગારકશને ઝીલી - પ્રશાંત જરા જેમ પોતાની આંતરિક તેજસ્વીતાને બળે તે અઝારને બાવી શાંત થાય છે, તેમ આજે આપણે પણ આપણા પવિત્ર્યને કલુષિત કરવા મથી રહેલી લિષ્ટ સંસ્કૃતિઓ સામે તેજસ્વીતાના ફુવારા ઉરાડવા જોઈએ, આપણું જીવન કેઈ નિર્બળ તત્વ પર અવલંબિત નથી, કે આપણે બીજી કોક સહન કરીને બેસી રહેવાનું જ થાય. નિર્મળ જળ ભર મલપતી ગંગાના પવિત્ર દર્શને, માનવી જેમાં અનેરૂ સુખ અનુભવે છે, તેમ આ સંસ્કૃતિ પણ તે જ ગંગાની જન્મદાતા-જનની છે. તેણે જ ગંગાના પવિત્રયને પવિત્રતાનું પ્રમાણપત્ર બક્ષેલ છે. તેથી માનએ ગંગા કરતાં પણ પવિત્ર સંસ્કૃતિના મહત્વને વિશેષ પૂર્ણ લેખવાની જરૂર છે. ગંગા તે કેવળ એક ફાંટા રૂપ છે. ગંગા જેવી કેટલીયે પવિત્ર સતિએના સુભગ સંગમમાંથી જ આર્યોના પવિત્ર આર્યવને દીપાવતી પરમ તેજસિવની ગંગોત્રી પ્રગટી છે. અક્ષતને એક સ્વસ્તિક. સુવ્યવસ્થિત અને સપ્રમાણ મૂકેલા અક્ષતેઓ તે કે રળીઆમણે દેખાય છે. સ્વસ્તિકની અખંડતાને નિરાબાધ રાખતા એક–એક અક્ષતનું કેટલું બધું મૂલ્ય અંકાય છે. ત્યારે સામાન્ય દષ્ટિએ એક અક્ષતની કિંમત શી? સિવાય કે, તે એક કીડીને જીવનના કારણરૂપ થાય છે. તે જ પ્રમાણે આપણી સંસ્કૃતિનાં મૂળભૂત પવિત્ર તરની યથાર્થ કિંમત એકમેકને સાંકળી વર્તુલ રૂપે પરિણમતા સાંસ્કૃતિક-ચક્રમાં જ છે. તે ચકમાંના એક-એક તેજ ભર તત્વનું મૂલ્ય સૂર્યના રમણીય રમિથી પણ વિશેષ છે. કેમકે સૂર્યનાં રમિ પ્રજાને જીવાડે છે. પણ સંસ્કૃતિની ધવલતા તે આપણને

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28