Book Title: Jain Dharm Vikas Book 01 Ank 05
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 13
________________ મહત્તા કેની વધારે–શાહ કે શહેનશાહની? ૧૫૯) જવાબમાં ખેમાએ પળી અને પાલી સુલતાન સન્મુખ ધરી કહ્યું, કે “હે સુલતાન, આ બેજ.” પળી ભરીને આપું છું, અને પાલી ભરીને લઉં છું. સુલતાન અત્યંત ખુશી થયો. તેણે ખેમાને તથા મહાજનને પોતાના સ્વમુખે વિશેષ બિરૂદ અર્પણ કરતાં કહ્યું, “પહેલે શાહ વણિક, અને બીજે શાહ પાદશાહ” અને ત્યારથી જ આ કહેવત ચાલુ થઈ છે. ટુંક સમય બાદ આ દાનેશ્વરી વણિક ખેમાશાએ શેત્રુજય વિગેરે તિર્થોની યાત્રા કરી, ચારિત્ર અંગીકાર કરી, સ્વર્ગસુખની પ્રાપ્તિ કરી. (૩) સુજ્ઞ વાંચક, આવા મેલાંઘેલાં સ્પડાંવાળા બકાલીઓના હાથે સેંકડે વખત શાશન ગૌરવતા ગજવ્યાના દાખલાઓ મળી આવે છે. જેમાં પ્રમાણને ખાતર નીચેનો તાજો દાખલે બંધબેસતો હોઈ અમે રજુ કરીએ છીએઃ-લગભગ બે વર્ષ પૂર્વે મારવાડના એક શહેરમાં પ્રતિષ્ઠા સમયે પ્રભુને ગાદી પર બિરાજમાન કરવાને ચઢાવે બોલાતું હતું. જેમાં એક મેલાઘેલાં કપડાંવાળો બકાલી બેલીમાં સામે પડ્યો. અને ચઢાવાની રકમ રસે ચઢતાં રૂા. ૫૦૦૦) પંચાણું હજારમાં પ્રભુને બિરાજમાન કરવાનું તે મેલાંઘેલાં કપડાંવાળા વણિકેજ બીડું ઝડપ્યું. મહાજનના આગેવાનોને પાકી શંકા ઉત્પન્ન થઈ કે આ બલીના પૈસા મળશે કે કેમ? એટલે મહાજને તુરતજ ઠરાવ કર્યો કે આ બેલીના રૂપિયા પ્રતિષ્ઠા પૂજ ગણું આપવા પડશે - બીજે જ દિવસે આ ચઢાવો બોલનાર શેઠે મહાજનની આશ્ચર્યતા વચ્ચે જાજમ ઉપરજ રૂા. ૫૦૦૦)ની સુવર્ણ મહોરે એકી રકમે ગણી આપી. સુજ્ઞ વાંચક, ઉપરોક્ત ઇતિહાસિક ઘટના રજુ કરવાનું કારણ એટલુંજ છે કે અત્યારે વણિક મહાજનને પોતાના નામ પહેલાં “શાહ”ની અટક મૂકતાં શરમ આવે છે. અને મોટે ભાગે “શાહ”ના બદલે વિવિધ પ્રકારની અટકે જેવામાં આવે છે. ખરેખર એમાં પણ જમાનાની તાસીર છે; નહિતે “શાહ” જેવું ઉચ્ચ કેટીનું બિરૂદ વણિક પુત્ર કદાપિ કાળે ત્યજી દેય નહિ. આજે પણ મહાજન કહેતાં દેશ પ્રતિનિધિ સભા ભારતમાં તો શું પણ જગતભરમાં અમર કીર્તિ સંપાદન કરી રહી છે. જેની સેવાનો આ માત્ર એકજ દાખલે ટાંકી અમો બતાવવા માંગીએ છીએ કે દેશદ્વાર તેમજ દેશ સેવાના કાર્યોમાં મહાજન સદાકાળે દાનવીર રહ્યું છે અને રહેશેજ. દેશસેવાર્થે લાખોની રકમ, શ્રી. મહાત્માજીની એકજ અપીલે, તેમના ચરણે ધરનાર પણ આજ મહાજનના દાનવીર શાહ સેદાગરેજ છે, કે જેણે મહાજનની ટેક સાચવી છે. અને ભવિષ્યમાં પણ દેશસેવાથે ટેક સાચવવા પાછો પગ નહિજ ભરે અસ્તુ.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28