Book Title: Jain Dharm Vikas Book 01 Ank 05
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 26
________________ ૧૭૨ - જૈનધર્મ વિકાસ પૂર્ણ થતાં ઉદ્યાપન સાથે અષ્ટાદ્વીકા મહત્સવ શરૂ કરી જુદા જુદા પ્રકારની પૂજા અને અંગરચના કરાવી હતી. - મહા સુદિ ૫ નાં ઘણાજ આડંબરપૂર્વક માળાને વરઘોડો ચઢાવી રાતના રાત્રી જાગરણ કરી મહા સુદિ ૬ ના મંગળ પ્રભાતે માળાઓ પરિધાન કરવાનું કાર્ય શરૂ કરતાં પ્રથમ માળા બાબું લક્ષ્મીચંદજીના ધર્મપત્ની તારાદેવી હેને પહેરી હતી. માળા વિધિ સંપૂર્ણ થયા બાદ વાજીંત્ર સાથે બધા જળમંદિરે દર્શન કરવા ગયા હતાં. મુનિ વિહારથી થતા લાભે પંન્યાસજી ઉદયવિજયજી ગણિ આદિ થાણા ૪ વંથલી (સોરઠ) પધારતાં સંઘે સામૈયું કરી નગર પ્રવેશ કરાવ્યો હતો, તેમની અમૃતમય દેશના લેકે ઘણે સારો લાભ લે છે, અને નાનુ ગામ હોવા છતાં જૈન-જૈનેતર ઘણુ માણસો હમેશાં લાભ લે છે. તેમના ઉપદેશથી બસો જણાએ નવલાખ નવકાર મંત્ર ગણવાની પ્રતિજ્ઞા લેવા ઉપરાંત શેઠ દામોદરદાસ વસાવાળા તરફથી અષ્ટાતીકા મહોત્સવ સાથે નૌકારસી કરવામાં આવી હતી, વળી મહા સુદિ ૧૫ ના શેઠ કાન્તીલાલ તરફથી નાણ મંડાવી બ્રહ્મચર્ય અને તપ આદિને વ્રતો પણ જણાએ લીધા હતાં, તે ઉપરાંત શ્રાવકાઓને ચંદનબાળાના અઠ્ઠમની તપસ્યા ચાલુ છે; વિશેષમાં પાઠશાળાના વિદ્યાથીઓની પરિક્ષા મહારાજશ્રીએ લઈ તેમને લાયકાત મુજબ રૂ. ૧૦૨) નું શેઠ દેવકરણું મુળજી તથા સ્વર્ગસ્થ દામોદરદાસ તરફથી ઇનામ એનાયત કરવામાં આવ્યાં હતાં. વાંકલીમાં ઉપધાન–તપને અષ્ટાહનીકા મહત્સવ. જનાચાર્ય વિજયનીતિસૂરિશ્વરજી મહારાજના સદુપદેશથી શાહ હજારીમલ જવાનમલ કે ઠારીવાળાએ પિસ વદિ ૧૦ થી મહામંગળકારી ઉપધાનતપની શરૂઆત કરાવતા છ ઉપરાંત પુરૂષ, અને બાળ કુમારિકાઓ સાથે નારીસમૂહ થઈ તપ-આરાધનામાં જોડાયેલા હેઈ, તેમની માળા પરિધાન કરાવવાનું મુહૂર્ત ફાગણ સુદિ એકાદશીનું હોવાથી આ મંગળ તપ નિર્વિદને પરિપૂર્ણ થયે તેની ખુશાલીમાં શેઠશ્રી તરફથી શ્રીસિદ્ધાચળજી, શ્રીગિરનારજી આદિ તીર્થો અને સસરણની ધર્મશાળામાં રચના કરાવી અષ્ટાનીકા ઉત્સવનો પ્રારંભ ફાગણ સુદિ તૃતિયાથી કરી, દરાજ જુદા જુદા પ્રકારની પૂજાઓ રાગરાગણીથી ભણાવવા સાથે નવનવા પ્રકારની આંગી કરાય છે. આ પ્રસંગને શોભાવવા આખા ગામને શુશોભિત કબાને અને ધ્વજાઓથી દેદીપ્યમાન બનાવી પેટ્રોમીક્ષ બત્તીઓથી ઝગઝગાટ કરી મૂકેલ છે. અને મહેમાનોની આઠે દીવસ શેઠશ્રી તરફથી સરભરા થવા ઉપરાંત માળાપરિધાન દિને સ્વામીવાત્સલ્ય રાખવામાં આવેલ છે. મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ, “શારદા મુદ્રણાલય.” જુમાનજીદ સામે–અમદાવાદ, પ્રકાશક –ભેગીલાલ સાંકળચંદ શેઠ. “જૈનધર્મ વિકાસ” ઓફિસ જૈનાચાર્ય શ્રી | વિજયનીતિસૂરિશ્વરજી વાંચનાલય. ૫૬/૧ રીચીરોડ-અમદાવાદ,

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28