________________
જન ધર્મ વિકાસ
વિર–શાસનનું હડહડતું જુઠાણું અને ગુલબાંગો
- પૂજ્ય સિદ્ધિસરિશ્વરજી પ્રત્યે વિજ્ઞપ્તી જૈનાચાર્ય વિજયસિદ્ધિસૂરીજીનું વીરશાશન તા. ૧૫-૧-૪૦ માં “પૂજ્ય શ્રીઆણંદવિમળસૂરિશ્વરજી મહારાજના નામવાળું પાનું જે શ્રીતપાગચ્છની માન્યતા મુજબનું સાચું છે, એ પુરવાર થઈ જાય છે તેમ માનવા અને કરવા તૈયાર છું, અરે ભાઈ! અત્યારસુધી અમે આજે કર્યું તેનું પ્રાયશ્ચિત લેવા પણ તૈયાર છું.” આ પ્રકારનું આહાન થતાં અમેએ તે આહાનને સ્વીકાર કરી તે પાનું તપાગચ્છની માન્યતા મુજબનું શ્રીશ્રમણ સંઘની મધ્યસ્થ કમીટી કે જે આચાર્યદેવ પોતે નીમે તેની પાસે સિદ્ધ કરી આપવા, તા. ૨૩૧૧-૪થી પત્ર વ્યવહાર શરૂ કરી ભાગસર સુદિ ૧૧, માગસર વદિ છે અને પાસ સુદિ ૧૫ એમ ત્રણ મુદત આપી, વિજ્ઞપ્તી કરેલ કે શ્રમણ સંઘની મધ્યસ્થ કમીટી નીમી અમને જણાવે છે તે પૂર્વાચાર્યોનું પાનું તપાગચ્છની માન્યતા મુજબનુ સિદ્ધ કરી આપવા અમો તૈયાર છીએ, પરંતુ તેમ કરી તીથી ચર્ચાનો અંત આણવાના બદલે ઉલટાં અમારી પાસેથી પુરાવાઓ માંગે છે, અને જે તે પૂરાવાઓ તેમને સંતોષ નહિ આપે તો વધારે પુરાવા માંગતા જે તેઓને પાનું તપાગચ્છની માન્યતાવાળું છે તેમ જણાશે તો તે મુજબ તેઓ આચરણું કરશે એવો તેમના ઉપર વિશ્વાસ રાખી બધુ સાહિત્ય બતાવવાનું કહે છે, અને વધુમાં જણાવે છે કે વિદ્યમાન શ્રમણ સમુદાય અમુકપક્ષીય હોઈ તેઓની કમીટી નીમી શકાય નહિ. આ રીતે વાદિ પોતેજ ન્યાયાધિશ પણ બનવા માગે છે, જે સ્વીસ્તર પત્રવ્યવહાર “જૈનધર્મ વિકાસના અંક ત્રીજામાં બહાર પડેલ છે. તે અવલોકન કરવાથી જનતા સારી રીતે જાણી શકશે.
અમને અમારા પરમ પૂજ્ય આચાર્યદેવ વિજનિતીસૂરિશ્વરજી મહારાજની બીમારીના અંગે તેમના ચરણોમાં હાજર થવાની જરૂરત જણાઈ ત્યારે પણ પ્રતિપક્ષ કઈ પણ જાતની ખોટી ગુલબાંગો ન ઉડાડે તેથી વિહાર કર્યા પહેલા “સમાજના ચરણે નિવેદન” પિસ વદિ ૩ના કરી, વિહાર કરેલ હોવા છતા પણ તે નિવેદનમાં અમોએ વયેવૃદ્ધ આચાર્યશ્રીને જણાવેલ છે કે આપશ્રી ગમે ત્યારે શ્રીશ્રમણ સંઘની મધ્યસ્થ કમીટી નીમી અમોને જણાવશે, ત્યારે જે અમારા પરમ પૂજય આચાર્યદેવની શારીરિક સ્થીતિના અંગે અમોને રોકાવાની જરૂરત નહિ હોય તે વગર વિલંબે તે કમીટી રૂબરૂ આવી તે પૂર્વાચાર્યોવાળું પાનું શ્રીતપાગચ્છની માન્યતા મુજબનું સિદ્ધ કરી આપીશું. આ પ્રમાણે અમર્યાદિત ચાલુ મુદત આપવા છતાં વિરશાસન તા. ૭-૨-૪૧ના અંકમાં તંત્રીશ્રી લખે છે કે “પં. કલ્યાણવિજયજી પાનું પુરવાર કરવાના બદલે અમદાવાદ છોડી મારવાડ તરફ ચાલી નીકળ્યા” આથી આવા જુઠાણા ફેલાવનાર તંત્રીશ્રીને અમો પ્રશ્ન કરીએ છીએ કે, વિહાર કરતા પહેલા અમાએ “સમાજના ચરણે અમે કરેલ તે નિવેદન” વાંચ્યા પછી આપે આવી કડવી ટીકા કરેલ હોય તે, તે દુનીઆની આંખે ઉંધા પાટા બંધાવવાજ આવા હડહડતા જુઠાણને પ્રચાર કરેલ છે ? કે બીજા કોઈ હેતુસહ? અમારો પત્રવ્યવહાર બહાર પડ્યા પછી જનતા સમજી શકે છે કે તીથી ચર્ચાનો અંત ન લાવવામાં હઠાગ્રહ કોનો છે? એથી તમારી આવી વાહિયાત વાપટુતામાં જનતા સમજણ હોવાથી હવે ફસાઈ જાય એમ નથી સમાજને મોટે ભાગ હવે ચેમ્બુ સમજી ચુક્યુ છે કે તિથી