________________
વર્તમાન સમાચાર
- ૧૭૧
=
વિતંડાવાડને ટાળી સમાજને શુદ્ધ આરાધક બનાવવાની ભાવનાઓ વ્યોવૃદ્ધ આચાર્યશ્રીમાં છેજ નહિ. જે તેઓશ્રી શાંતીઈચ્છક હેત તે અમારી વિનંતી મુજબ શ્રીશ્રમણ સંઘની મધ્યસ્થ કમીટી નીમી ક્યારનીયે, નિણર્ય કરાવી લીધેલ હોત. પણ આ તો નવો રાહ કાઢવા છતાં વાદિ બનીને નણર્ય કરવો નથી, પણ ન્યાયાધિશ બનવું છે. તે આવા તર્કવાદના સમયમાં તે કેમ નભી શકે? એટલે અમારૂ તે ચેકસ ભાનવું છે કે તેઓશ્રી અતઃકરણથી જુની પ્રણાલિકાને માનતા હોવા છતાં, હઠાગ્રહથી યા બીજાઓના આગ્રહથી આ નવો રાહ શરૂ કરેલ છે, જે તેમજ ન હોય અને તેમનો નવો રાહ સાચો જ હોત તે જરૂર ચર્ચાનો સ્વીકાર કરેલ હોત? ખેર તે તેમની ઈચ્છાધિન છે.
પત્રકારિત્વની ભાષા એવી મીઠી સરળ અને હદયસ્પર્શિ હોવી જોઈએ. કે જેથી સમાજનું ઐકય સંધાય, જ્યારે વિરશાશનની ભાષામાં એટલી બધી નિરંકુશતા વધી પડી છે કે જેના પ્રતાપે આજે સમાજમાં વિભાગો પડવા સાથે કેટલાક સરળ સ્વભાવી આત્માએના હૃદયમાં ઝેર રેડાવા અંતે સમાજની છીન્ન ભીન્નતા થઈ રહેલ છે.
અંતમાં અમારી શુભેચ્છા છે કે પત્રકાર પિતાની સેવા સમાજનું સંગઠ્ઠન અને અિકય સાધવામાં અપ સમાજમાં અકારા થતા અટકે.
પૂજ્ય આચાર્યશ્રી સિદ્ધિસૂરીજીને હજુ પણ વીનંતી છે કે અમારી ચાલુ માંગણી મુજબ, શ્રીશ્રમણ સંઘની મધ્યસ્થ કમીટી ચિત્ર સુદિ ૧૫ સુધીમાં ગમે ત્યારે નીમી, આપશ્રી અમોને જણાવશો તો અમે પાનું સિદ્ધ કરી આપવા તે તરફ પ્રયાણ કરીશું. મહા વદિ ૧૩ વાંકલી.
લી. પં, કલ્યાણવિજયજી.
વર્તમાનસમાચાર ચાંદરાઈ નગરમાં ગણિપદારહણ નિમીત્ત–શાનતીસ્નાત્ર
સાથે અષ્ટાનીકા મહોત્સવ પં. હિંમતવિજયજી ગણિ આદિ ઠાણા ૩ પિસ સુદી ૧ નાં અત્રે પધારતાં સંઘે સામૈયુ કરી નગર પ્રવેશ કરાવ્યો હતો, જેમની દેશનાથી સઘે પર્વતક શાન્તીવિમલજીને ગણપદ આપવાનું નક્કી કરતાં તે મહોત્સવ નિમિતે શાન્તીસ્નાત્ર સાથે અષ્ટાલીકા મહોત્સવની પિસ વદી ૦)) થી શરૂઆત કરી મહા સુદિ ૬ ના સહવારના પર્વતક શાન્તીવિજયજીને ગણિ પદવી અને સાધવી સુચનાશ્રીજીને વડી દીક્ષા આપી બપોરના શાન્તીસ્નાત્ર કરવામાં આવવા સાથે શેઠ સેસમલજી જેરૂપજી તરફથી નૌકારસી અને શેઠ ભાનમલજી છોગાજી તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી.
પાવાપુરીમાં ઉપધાનતપ માળા પરિધાન મહત્સવ
પન્યાસજી શ્રી માણેકવિજયજી ગણિના સદુપદેશથી બીહારવાસી બાબુ લક્ષ્મીચંદજી તથા કેસરીચંદજી સુચન્તી, કલકત્તાનિવાસી લક્ષ્મીકુમારી શ્રીમાલ તરફથી ઉપધાન તપ કરાવેલ તેની મંગળમાળા પરિધાન મહા સુદિ ૬ ના રાખી તે નિમીતે બાબુ કેસરીચંદજી તરફથી તેમના ધર્મપત્નીએ આરાધેલ ચતુર્દશી