Book Title: Jain Dharm Vikas Book 01 Ank 05
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 23
________________ જૈન સ્વયંસેવક મંડળનું દિગ-દર્શન ૧૯ રાધનપુરની સામાજીક સંસ્થાઓનું અવલોકન જૈન સ્વયંસેવક મંડળનું દિગ-દર્શન. આ સંસ્થાની સ્થાપના અઢારેક ઉત્સાહિ બંધુઓની પ્રેરણાથી સં. ૧૯૬ ના વસંતપંચમીના રોજ જાહેર મેળાવડાથી કરવામાં આવ્યા, બાદ મંડળના સેવાભાવી કારોબારીઓની ખંતીલી મહેનતને આભારી આજ સુધીમાં ૧૦૪ સ્વયંસેવક અને ૨ બાળ-વીર મળી એકંદર ૧૦૬ સેવાની જીજ્ઞાસુ યુવકે સાંપ ડવા, ઉપરાંત આમ જનતા તરફથી આઠસક રૂપીઆ ભેટ મળેલ છે. આ સંસ્થાના સભ્યો સમાજના દરેક ધાર્મિક કાર્યોનું કેઈપણ જાતના બદલાની અપેક્ષા સિવાય વ્યવસ્થા જાળવવાનું કાર્ય ઉપાડી લે છે, અને તેને આભારી આમ જનતાને સંસ્થા પ્રત્યેનો ચાહ વધવાના લીધે, ટુંકા સમયમાં સંસ્થાને આર્થિક મદદનુ પિત્સાહન સારૂ મળ્યું છે. ચાલુ સાલમાં સંસ્થાના સભ્યોએ શેઠ હીરાલાલ બકોરદાસ તરફના ઉપધાન-તપ, શા. વીલાલ કચરાચંદના ઉદ્યાપન, વિજયગછ તરફની વાર્ષિક જળયાત્રા, શહેર ચિત્ય પરિપાટી, શાન્તીસ્નાત્ર મહાપૂજા આદિ મહોત્સવમાં વ્યવસ્થા જાળવવાની સારી સેવા આપેલ હોવાથી સંસ્થાએ લોકેનું હૃદય જીતી લીધેલ છે. સંસ્થાના ઉત્સાહિ અગ્રણીય મી. અણદિલાલ, મુક્તીલાલ ચંદુલાલ, અને કાન્તીલાલ આદિની સંસ્થાને મજબુત બનાવી લેવામાં લઈ જવાની જે ધગશ છે, તે જે તેમનામાં અખ્ખલિત રહેશે, તો આ સંસ્થાનું ભાવી અમે સારૂ અટકળીયે છીએ આમ જનતાને અમારૂ સૂચન છે કે આ ઊગતી સંસ્થાને આર્થિક મદદથી મજબુત બનાવી, તેમની લેકસેવાના ઉત્સાહને આગળ વધારવાનું કરવા સાથે પ્રદેશિક અગવડના પ્રસંગોએ મંડળ સેવાના ક્ષેત્ર માટે, જે પ્રકારની યોજના કરી તેને ધપાવવા આર્થિક મદદની ઝેળી ખોલે તો તે ભરી આપી, તેમના જન સેવાના ઉત્સાહના વેગને સહાયભૂત થશે, સંસ્થાના કારોબારીઓને માર્ગ સૂચન આપીએ છીએ કે જનસેવાના કાર્યની ભાવના સાથે આડંબર અને અતિરેકનો મેળ નથી, તે વાત ધ્યાનમાં રાખી સેવાભાવી યુવકોને, વિનય, શિસ્તબદ્ધતા, સહનશીલતા, અને નમનતાઈના પાઠથી કેળવવાનું ચૂકશો નહિ. તા. ૦૨-૪૧ ની મીટીંગમાં ગત વર્ષને રિપોર્ટ પસાર કરાવી, ચાલુ સાલની કારોબારીની વરણું નીચે મુજબ કરવામાં આવેલ છે. પ્રમુખ –મી. આણંદિલાલ કમળસીભાઈ, ઉપપમુખ-મી. બાપુલાલ મણીલાલ, સેકેટરી–મી. મુક્તીલાલ કરમચંદ; અંડર સેકેટરી–મી. ચંદુલાલ કકલચંદ, ટ્રેઝરરમી. ફકીરચંદ પંજમલ, કેપ્ટન–મી. કાન્તીલાલ મોતીલાલ, વાઈસ કેપ્ટન-મી. કરતીલાલ સાવલાલ, મી. રતીલાલ મણીલાલ, મેનેજીંગ કમીટિ મેમ્બર્સ, મી. હરગેવન ચીમનલાલ, મી. જમનાલાલ સંપ્રીતચંદ, મી. અચરતલાલ ભેગીલાલ, મી. રતીલાલ દલસુખ, મી. કાન્તીલાલ વમળસી, મી. જયંતીલાલ ભેગીલાલ, મી. પ્રફુલ નાથાલાલ, અંતમાં સંસ્થા અભ્યદય થવા સાથે દિર્ધાયુષિ થાય એમ ઈચ્છીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28