________________
૧૬૪
જૈન ધર્મ વિકાસ
મન સાગરનાં મેજ લેખક-બાપુલાલ કાલિદાસ સધાણી “વીરબલ” [ આ ચિંતનને કોઈ નામધારી ધર્મ કે સાંપ્રદાયિક વાડાવાડીનાં બંધન નથી. આ તે છે હરએક જીવનશોધકને સહજ મંથનકણો. રસ્તે ચાલતાં. બેસતાં ઉઠતાં આવા હાથ લાગી જતા માખણ-કણિયા ચિંતક ટપકાવી લે તે એ નોંધ એને પોતાનેય ઉપગી થાય. –લેખક.]
સત્ય એ પ્રકાશિત દીપક છે જેને પ્રકાશ ચિદિશ ફેલાય, એ દીપક કઈ સ્થળે કામ આપવા નકાર ભણે તે માનવું કે એ સત્ય નહિ પણ સત્યને આભાસ છે.–બીજાએ પકડાવેલું ગધ્ધાપુંછ છે.-માનવીના માનસ–ગુલામી નામના રેગને એ દેખાડ છે. સત્યનું એકાદ પ્રકાશિત કિરણ જેને પ્રાપ્ત થયું હશે, એ કેઈપણ કઠીન પ્રશ્ન ખડો થતાં મુંઝાશે નહિ.
જેટલું જ્ઞાન માનવી ચારિત્રમાં ઉતારવા ગ્ય તરીકે સ્વીકારે, તેટલું તેજ માનવી પોતાના આચરણમાં ના ઉતારી શકે એ વસ્તુ માનવજીવનની નિર્બળતાઓ ધ્યાનમાં લેતાં ક્ષમ્ય છે. પણ જ્યારે માનવી ગ્ય તરીકે સ્વીકારેલાથી ઉલટું વર્તન કરી એ વર્તનને દલીલથી બચાવ કરે છે. ત્યારે તે માનવ નિર્લ જતાની હદ આવી રહે છે. આના કરતાં તો એ માનવીઓ ચારિત્ર અને ધર્મનું નામ ના લેતાં આંખો મીંચી જીવન વહાવે જાય એજ બહેતર છે. આમ કરતાં તેઓ દંભના પાપમાંથી બચશે. અને સત્યને પ્રકાશ એમને વહેલ મળશે. દંભ તે એક એવી વસ્તુ છે કે જે સત્ય અને માનવીની વચ્ચે લોખંડી દિવાલ ખડી કરે છે. મને તે એ માનવી પ્રિય છે કે જે માનેલાને અમલમાં મુકવા બનતો પુરૂષાર્થ કરી છુટે છે. એને માટે સફળતા, નિષ્ફળતાની વાત બહુ મહત્વની નથી.
નિર્બળતાને કબુલ કરી પુરૂષાર્થ ભણી દષ્ટિ રાખે.-વિજય આપણે જ છે. નિર્બળતાથી જન્મેલા પરિણામેને એગ્ય ઠેરવવા વાણીવિલાસ કરી સત્યનું ખૂન ના કરે.–ભુલાવાના ચક્રમાં ના પડે-વિજયની એ ચાવી છે.
અંધશ્રદ્ધાની પીઠે હઠાગ્રહ લાગેલો છે જ. એ હઠાગ્રહથી માનવી અમુક આશિષ્ટ કૃત્યો-ડુંગળી, લસણ, બીડી આદિથી દૂર રહે છે. આને અમુક ગતાનુગતિક આચાર–સંધ્યા, પુજા, પ્રતિક્રમણ, સામાયિક, નિમાજ, અસ્પૃશ્યતા આદિને વળગી રહે છે ખરો પણ સાથે સાથે જીવનમાં ભારોભાર દુષ્કૃત્યને એ વહન કરવા છતાં તેવાં કૃત્યને વિવેકદ્રષ્ટિથી જોઈ દૂર કરી શકતો નથી. અંધશ્રદ્ધાને અવિવેકને અંધાપો છે. એ રાચે ભલે પણ ભાવી ઉજજવલ નથી.