Book Title: Jain Dharm Vikas Book 01 Ank 02
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 7
________________ = = સામાજિક ભાષા. વ્યક્તિને ભાડશો મા ! કેઈ વ્યક્તિના પ્રકાશન પામેલા વિચાર સામે આપણું દષ્ટિબિંદુ રજુ કરવું બીન જરૂરી નથી. કેટલીક વાર તે એ સામેની વ્યક્તિને પણ ઉપકારી થઈ પડે છે, પણ એ રજુઆતમાં સામેની વ્યક્તિ પર પ્રહાર કરવા એ સામેની વ્યક્તિ, સમાજ અને આપણને એમ કે માટે હિતાવહ નથી. ભિન્ન અભિપ્રાય ધરાવે એટલા જ ખાતર વ્યક્તિ પર અસત્યપ્રચારનો આક્ષેપ મુકે એ કેઈને અધિકાર ન હોઈ શકે. પ્રતિપક્ષ તરીકે સામાની દલીલના, મંતવ્યના યુતિપુર:સર ભુક્કા બોલાવે. ભાષાકલાથી સામી વ્યક્તિના વક્તવ્યની સમાજપર અસર થતી અટકાવી શકાય. આ બધું આદરણીય છે, પણ ભાંડણનીતિ ચલાવી સામાને ચુપ કરે, આબરૂ પર હાથ નાંખી સમાજમાંથી ઉડાવી દે, ચિતરફથી. દબાણ લાવી બેહાલ કરી મુકે એ સમાજતંદુરસ્તીનાં ઘાતક પગલાં છે. સામેની વ્યક્તિને આપણું દષ્ટિબિંદુ ગ્રહણ કરાવવું જ એ ઝનુન જતું કરવું જોઈએ. આ ઝનુન, આ સત્યની પણ અહંતા બીજાને પામર લેખી પછાડવા પ્રવર્તે છે. આ તુચ્છભાવ દુશ્મનાવટ ખડી કરે છે. સમાજસેવા એકબાજુ રહી સમાજરણાંગણ ખડું થાય છે. જનતામાં આ વિદ્વાન વિદ્વાન, લેખક લેખક વચ્ચેના અખાડા જોતાં હાસ્ય અને ખેદની સાથે નફરત પેદા થાય છે. સમાજ કલેવરને આ કુસંપથી અકેડે અંકેડે જુદો થઈ જાય છે. સમાજસેવાના ધ્વજધારીઓ આમ સમાજને નિષ્પાણતા અપે છે. સમાજ સેવકેના પાપે હડધુત થઈ ચુંથાય છે. જનતા વિશાળ છે. ભાષાકલાને ખીલવી માનવ હૃદયને ખેંચી શકીએ તે સાચા દષ્ટિબિંદુને પ્રચાર કરવામાં સામેની વ્યક્તિને ખરાબ કરવાની શી જરૂરત હોઈ શકે એ સમજાતું નથી. આ ઝનુનમાં તે માનવજીવનની કનિષ્ટકક્ષા–પાશવતા, હિંસાને પડઘે સંભળાય છે. ભાષાવાણીને સમાજસેવાની ભાવનાથી ઉપ ગ કરનાર માનવી આ ભૂમિકાને સૂફમ વિચાર કરી, ભાષાકલાને જીવનસાફત્યની કલા લેખે અપનાવી લે. | કઈ વ્યક્તિ કે વર્ગને સંબોધન કરવાને અમારે હેતુ નથી. આગેકુચમાં આ પ્રકાશ અમારે પથ ઉજાળે એવી આશા છે. લેખકે આ દષ્ટિબિંદુ અપનાવી લે એવી આરજુ છે. દાન અને સ્થાપિત આર્થિકબળની અથી પત્રઆવરદા દીધું હોય તોયે એ ગૃહમાં પડી રહ્યા નિપ્રાણુ માનવકલેવરની બેદબ અર્પે છે. મહાકાલ ! એ નિમ્પ્રાણુતા કરતાં તે મૃત્યુને છેલ્લે ડુસકે લવવા દેજે કે – “હણે ના પાપી, દ્વિગુણ બનશે પાપ જગનાં, લડે પાપ સામે વિમળ દિલના ગુપ્ત બળથી. પ્રભુ સાક્ષીધારી, હૃદયભવને, શાંત મનડે, પ્રતિ વેષી કે, હિત ચહી લડે પાપ મટશે. ત્રિમૂતિ” સુન્દરમ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36