Book Title: Jain Dharm Vikas Book 01 Ank 02
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 10
________________ જૈનધામ વિકાસ : આ આત્મક્ષેત્રાર–આત્મવૃત્તિ. . આ લેખક:-૫. શ્રી કલ્યાણવિમળજી મહારાજ ? ? ? %A3%83%88%%%a1% વૃત્તિ, જિજ્ઞાસા, ઈચ્છા, ભાવના એ આત્માની વિભાવિક જ્ઞાનદશા છે. જગતની કોઈપણ જડપદાર્થની સ્વરૂપસ્થિતિ તે રૂપ ઉપર આત્માની વિભાવિક જ્ઞાનદશા બનવાથી થવાથી આત્મા ત્યાંજ અમુક કાલપર્યત, અમુક રસપૂર્વક સ્થિતિ કરે છે ત્યાંથી તે પદાર્થની સ્થિતિરૂપ કાલ, વણ રસ, શબ્દ, સ્પર્શ, સ્થિતિ ફરવાથી આત્માની અજ્ઞાનરૂપ પ્રકૃતિ પણ ફરે છે, ત્યાં પણ મૂળ જ્ઞાન એમ સ્પષ્ટપણે અનુભવ કરે છે. એટલે આત્મા એકવમાંથી હેતભાવને અનુભવ કરે છે. દૈતભાવનાના અનુભવથી સુખદુઃખ, ગમવા ન ગમવાની, શાંતિ અશાંતિની, શેઠાઈ લુચ્ચાઈની, ભલમનસાઈ-અભલમનસાઈની, વિનયઅવિનયની વિગેરે આવી અનેક પ્રવૃત્તિઓ કરી પિતાની મુળ સ્થિતિમાં ભાગ પાડે છે. મુળ સુખમાંથી બહાર ઉપગ જતાં પિતાની શાંતિ–પિતાનું સુખ-ઐશ્વર્ય ગુમાવી પરાધીન સુખની પછવાડે ગુલામી કરવા દોડે છે, જેથી પિતાના અને પરના માની લીધેલા મૌલિક હક્કને નુકશાન પહોંચાડે છે. આથી માયા કરી જીવનપથ ઉકેલવા નિરંતર પ્રયત્નશીલ રહે છે, જેના છેવટને પરિણામરૂપ આત્માને જ્યારે આ જડ પદાર્થોને વિયોગ થવાનું બને છે. ત્યારે સર્વ પ્રકૃતિએ તેના જ્ઞાનપ્રદેશ ઉપર ચડી તેને તે રૂપ બનાવી લઈ જાય છે. ત્યાં પાછે તે જ સ્થિતિમાં નિમગ્ન બની તે કાર્ય પુરૂં કરે છે. ત્યાંથી ફરી પાછો બીજી સ્થિતિમાં,–આમ અનંતકાળથી પિતાનું પરભાવમાં નિરંતર વહન કર્યા કરે છે. છતાં તે સુખના કે દુઃખના પારને પામી શકતા નથી. આથી જ આવી સ્થિતિને સંપૂર્ણ અનુભવ કરી મહાજ્ઞાની પુરૂષોએ પ્રથમની પ્રકૃતિના કાર્યને વેગ ન મળે તેવું જ્ઞાન–સમજણપાકી અગ્નિરૂપ ચેતના જગાડી પ્રકૃતિરૂપ કર્મને બાળવા કહ્યું છે. આથી તેની દશા સમભાવી ઉદાસીન બને છે. અને સર્વવૃત્તિનું કેન્દ્ર આત્મક્ષેત્રાકાર બની સર્વ પદાર્થોને અવકાશ સંગમ થવા છતાં તેનું આકર્ષણ ન થતાં માત્ર સંગ પુરો થતાં સુધી તેનું જ્ઞાનેસ્થિર કરી સુખને જ અનુભવે છે. પછી ભલેને જડતા વિદ્વ૬ ભાવને સંયોગ હોય. છતાં પણ મુળમાં જ સુખસ્થિતિ હોવાથી મુકતભાવમાં જ રહે છે. આ મોક્ષનું પ્રથમ સોપન-પગથિયું. આમ સ્થિતિ વધતાં સર્વથી સર્વકાળથી એક જ જ્ઞાનમાં રહેવાથી સંબંધીપણું છુટતાં મુકત સ્થિતિમાં આત્મા નિરંતર વાસ કરે છે. આવી આત્મક્ષેત્રાકાર–આત્મવૃત્તિ કરવા માટે પુરૂષાર્થ કરો એ જે માનવજીવનનું પ્રથમ કર્તવ્ય છે.–સર્વોચ્ચ સાફલ્યપણું છે. પ્રભુ સર્વને આવો પુરૂષાર્થ સદેદિત ચાલુ રાખવા અખુટ અક્ષય બળ સમર્પો એ જ હદયેચ્છા.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36