Book Title: Jain Dharm Vikas Book 01 Ank 02 Author(s): Lakshmichand Premchand Shah Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 9
________________ ધર્મ આબાદીમાં એજ્યનું સ્થાન ૫૫ તિર્થંકરદેવોના જીવનમાંથી પ્રેરણા મેળવનાર ભાવ સૂચવે એ રીતે જૈન શબ્દની ઉપત્તિ અને પિષણ થયાં છે. અને ત્યારથી એ શબ્દ વિશ્વમાં તરતે થયો છે. એ શબ્દ ફુલને આ વીશમી સદીમાં જનતા ટળ કરે એવી રીતે રાગદ્વેષરૂપી ગરમીથી કરમાવી રહ્યા છીએ. એ શબ્દનું જાણે મહત્વ જ આજે ભુલાઈ ગયું છે. એવો ભાસ થઈ રહ્યો છે. આજકાલ વીશ વર્ષના ગાળામાં આપણે અમ્રતા અને આબાદીને નાબુદ કરવા જાણે કમ્મર કસીને બાંધી હોય એવી સ્થિતિ ઉભી થઈ છે. ક્રમશઃ મતભેદની ઉત્પત્તિ, અને તેને અંગેને કલહ વિકસિત થઈ રહ્યો છે. આ મતભેદોમાંથી પ્રગટેલા મનભેદેએ શહેરેશહેર અને ગામડે ગામડાં ને કુટુંબ કુટુંબને પ્રજાળી દીધાં છે. આપણાં ધર્મની સાચી ધગશ હોત તે આપણે એ ઝાળને વધતી અટકાવવા વહેલા તનતોડ જહેમતમાં પડ્યા હોત. ધર્મની ધગશમાં સ્વાર્થભાવ ત્યજવો ઘટે, આત્મપરિણતિનું આરાધન કરવું જોઈએ, એક્ય વગરતો ઘડીભર ચાલે જ નહિ, આત્મપ્રશંસાને બદલે મૌનમાં જ રાચવાનું હોય, દેવ-ગુરૂ-ધર્મને અપવાદ બોલાય એવું એક પગલું ન ભરાય, સ્વપરની દયા ભાવ ધર્મની ધગશમાં સદાયે જાગતું હોય, તે ધગશ સદાય એકયના શિખરે વસી ધર્મની આબાદી વધારવા કેશીશ કરે. સમાજને અકય વિહોણે કરવો એટલે એના પ્રાણ હરી લેવા. આમાં ગમે એટલી અન્ય દલીલ છતાં કયાંક ચુક તો જરૂર થાય છે જ. સ્વમાનને નામે કલહને વિતંડાવાદ ઉભો થાય એમાં સમાજહિત તો નથી જ નથી. આ બધાએ વિચાર કરતાં કોઈ પણ રીતે કલહને નાબુદ કરાવવા મારા મુરબ્બીઓ જે તૈયાર થશે તે જ અજ્યતાની આબાદી જળવાઈ રહેશે. ઐકયતા તેજ ધર્મનું ઝનુન છે, અકયતા તેજ મહાવીરને સિદ્ધાંત છે, ઐકયતામાં સગદ્વેષ રહેવા પામતો નથી, એકતા વગર એક બીજાના ખંડનમાં ભાગ લેવાય છે. સમાજને પેપર દ્વારા જે સિદ્ધાંતો આપવા જોઈએ તે આપણું છાસવારાના ઝઘડાના પ્રતાપે આપી શક્તા નથી. સમાજને સિદ્ધાંતને બોધપાઠ આપવો એ જ આપણું સાર્થકતા છે. આપણું ફરજ આવી નજીવી લાઈનમાં ગુમાવવા કોશીશ કરવી તે તે મને વાસ્તવિક નથી લાગતું. વાસ્તે ફરીફરીને લખવું પડે છે કે આપણું અગ્રગણ્ય જ આ વાતને ફેંસલો કેમ ન કરી શકે? તેઓના જ ઉપર આ ભાર કેમ લાદવ ન જાઈએ. વાસ્તે તે ભાર તેના ઉપર ઉપર છોડી આપણે બીજા કાર્યમાં ગુંથાઈએ તો જ લાભ આપી શકીએ. ઈલમ. ગ્રાહક બંધુઓનેમાસિકના લવાજમના ભેટબુક્ના પિષ્ટ ખર્ચ સાથે રૂા. ૨-૬- મોકલનારને– આચાર્યશ્રી નીતિસૂરીશ્વરજી જીવનચરિત્ર (સંસ્કૃત પૃ. ૪૭૬). પ્રશ્નોતર રત્નમાળા (ચિદાનંદજી કૃત હિંદી-ગુજરાતી, ૫. ૧૮• ) એ બન્નેમાંથી ગ્રાહકની પસંદગીનું એક ભેટ આપવામા આવશે ગ્રાહકોએ તે અંગે સ્પષ્ટ લખવું. લખજેનધર્મ વિકાસ ઓફિસ, પદ/૧ રીચીડ, અમદાવાદ. --Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36