Book Title: Jain Dharm Vikas Book 01 Ank 02
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
View full book text
________________
જિન ધર્મ વિકાસ
મુનિસમીપ આવી નમન કરી, ગોચરી માટે આમંત્રણ આપી આગળ થયે. “ધર્મલાભ” કહી મુનિ ગૃહાંગણે ઉભા. પુરૂષે ભાવપૂર્વક ભિક્ષાપાત્રમાં તાજા નિર્દોષ મેદક ધરી દીધા. નમન કરીને પુરૂષ ઉભે રહ્યોપુન: “ધર્મલાભ” ઉચ્ચારી મુનિ
પાછા ફર્યા. : -
મુનિહદયમાં અને આનંદ થનગનતે હતો. આજે એની કસટી નિર્દોષ પણે પરિપૂર્ણ થતી હતી. એ આનંદ મોદકની સુવાસનો નહિ, પણ જીવનજંગની એક છતને શાંતિશ્વાસ હતે. અને છતાંય એ મુનિ વિવેકદષ્ટિને ભુલ્યો નહોતે. ક્ષુધાતુતિમાં એનું માનસ કેન્દ્રસ્થિત હતું. આનંદને હૃદયમાં સમાવતાં સ્વસ્થવદને ભગવદ્ નેમ પાસે વંદનાપૂર્વક ભિક્ષાપાત્ર મુક્યું. પ્રસંગનું સ્વરૂપ રજુ કરતાં માર્ગદર્શન માગ્યું.
આવી ગંભીર કસોટીને આ રીતે અંત આવી જતે જ્ઞાની નેમ ન સાંખી શકયા. ઢઢણની શક્તિ માપવા એમણે મીટ માંડી. “નવી કસોટીએ એ પટકાય એમ તે નથી ને? એ પ્રશ્ન એ મીટમાં ગુંજી રહ્યો. માપ આવી ગયું. દ્ધો અજેય હતો. શબ્દ સરી પડ્યા. “વત્સ ઢંઢણુ! મારાં પ્રશંસાકુલોએ રાજવી તને નમ્યા, રાજવીના નમને આહાર આપવા ગૃહસ્થને ઈચ્છા થઈ આમાં કસોટીને અંત લાગે છે?”
એ પ્રશ્નમાંજ માર્ગસુચન હતું. એ શબ્દ “વત્સ” કહી સંબોધનારના હતા. કઈ જાતને પછડાટ અનુભવ્યા વગર ઢંઢણમુનિએ ભિક્ષાપાત્ર હસ્તમાં લીધું. પરઠવવા-ઉપયોગહીન વસ્તુને જીવરહિત ભૂમિ પર મુકી દેવા–ચાલી નીકળ્યા. માદક મળ્યા પછીના નિર્દોષ આનંદમાં આ પ્રસંગને સૂક્ષ્મદષ્ટીએ અવકવાનું ચુકાયું હતું. પ્રમાદવિવેકદ્રષ્ટિ ચુકવનારે નિર્દોષ આનંદ પણ પ્રમાદ ખટકવા લાગે. શુદ્ધ જમીન જોઈ બેસીને પરઠવવા લાગ્યા. પણ આત્મા ચિંતનમાં ઉડેને ઉંડે ઉતરી ગયે. જીવનમાં હજુયે રહી જતી એક અપૂર્ણતા–પ્રમાદ, અને તેને પીછાનવાની જ્ઞાનઉણપના એકધારા મંથનમાં સમયનું ભાન ભુલાયું. આંખ બીડાઈ ગઈ. એ મંથને હૃદયગુફાનાં શેષ અંધારા ઉલેચી નાંખ્યાં. માનવમાં જ્ઞાનની ઉણપ છે, શક્તિની નહિ. એ જ્ઞાન–કેવળજ્ઞાન–પૂર્ણજ્ઞાન-મુનિ હૃદયમાં ઉગ્યું. એ જ્ઞાનપ્રભા ભરી સ્થિતપ્રજ્ઞરેખાઓ મુનિવદન પર અંકાઈ ગઈ
આંખ ખુલી. મુનિદેહ સચ્ચિદાનંદનું પ્રતિબિંબ ધરી રહ્યો. અને એ દેહપર નમતા સૂર્યનાં રક્તકિરણે વૃક્ષ–ળામાંથી ચળાઈ આલ્હાદક ભાત પાડતાં હતાં.
થુલીભદ્ર વેશ્યામંદિરે કામને જીત્યો. દંઢણે કોધ–લાવાને સુધાને ભડકે બળતાં બળતાં ઠાર્યો. કામસમનમાં મહત્તા જેવા ટેવાઈ ગયેલા માનસે ક્રોધસમનમાં સ્યુલીભદ્રસમ વીરત્વ દાખવનાર ઢંઢણની ઓળખ આછી રાખી છે એમ નથી લાગતું?
વદન હે. એ સ્થલીમદ્ર-કંટણની સમેવડ જેડલીને !

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36