Book Title: Jain Dharm Vikas Book 01 Ank 02
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 12
________________ ૫૮ જેને ધર્મ વિકાસ प्रथमं ऋषभो देवो, जैनधर्मप्रवर्तकः। एकादश-सहस्राणि, शिष्याणां धारितो मुनिः जैनधर्मस्य विस्तारं करोति जगतितले॥ બીમારપુગેમ રૂ, ઋો. ૨૨ (પ્રથમ રાષભદેવ જૈનધર્મ પ્રવર્તાવનાર અગીયાર હજાર શિવે સાથે જૈનધર્મને જગતમાં પ્રવર્તાવે છે–શ્રીમાલપુરાણ) - रैवतादौ जिनो नेमिः, युगादिविमलाचले। ऋषीणामाश्रमादेव, मुक्तिमार्गस्य कारणम् ॥ . प्रभासपुराणे (રૈવતાચલ (ગીરનાર) નામના પર્વતમાં નેમીનાથ નામવાળા જનદેવ અને વિમળાચળ ઉપર યુગાદિદેવ આદીશ્વરપ્રભુ ઋષિઓના આશ્રમથી મુક્તિમાર્ગના કારણરૂપ છે.) હિંદુશાસ્ત્રોમાં ચારવેદ-રૂશ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ છે કે જેને સર્વહિંદુઓ સર્વશ્રેષ્ઠ માને છે–મનાવે છે. એ વેદે પૈકી યજુર્વેદ અ. ૨૫, મંત્ર ૧૯ માં જણાવે છે કે – पशुरिन्द्रमाहुरितिस्वाहाः॥ उत्त्रातारमिन्द्रं ऋषभं वदंति, अमृतारमिन्द्रं हवे सुगतं सुपार्श्वमिन्द्रं हवे शक्रमजितं तद्वद्धमनं पुरुहुतमिन्द्र माहुरितिस्वाहाः॥ ॐ स्वस्तिनः इन्द्रो वृद्धश्रवाः स्वस्तिनः पुषा विश्ववेदाः बलायु व शुभजातायु ॐ रक्ष रक्ष अरिष्टनेमि स्वाहाः। वामदेव शान्त्यर्थमनुविधीयते सोऽस्माकमरिष्टनेमि स्वाहाः ॥ (રૂષભદેવ પવિત્રને અથવા યજ્ઞ કરનારને, યજ્ઞમાં પશુ જેવા વૈરીને જીતવાવાળા ઈન્દ્રને હું આહુતિ આપું છું, રક્ષા કરવાવાળા શોભાયુક્ત સુપાર્શ્વનાથ ભગવાન જેવા એવા ઈન્દ્રને રૂષભદેવ તથા વર્ધમાન સ્વામિને હું બલિદાન દઉ છું. બહુ ધાનવાળા ઈન્દ્ર કલ્યાણ કરે. દીર્ધાયુ, બલ અને શુભ મંગળ આપો. હે અરિષ્ટનેમિ ભગવાન ! તું રક્ષા કર. વામદેવ શાંતિ માટે થાઓ. જેમ અમે વિધાન કહીએ છીએ તે જ અમારા અરિષ્ટનેમિ છે, તેને અમે બલિદાન દઈએ છીએ. આ પ્રમાણે હિન્દશાસ્ત્રોમાં જૈનધર્મ માટે જે અત્યુત્તમ લખાણ છે. તેથી અવશ્ય સંતોષ થાય છે. જેનલેખકના લેખનથી શ્રીકૃષ્ણલાલજી જેવા જેમને દુઃખ થાય છે. તેમને અમે પુછીએ છીએ કે અઢાર પુરાણુશાસ્ત્રોને આજે ખુદ હિંદુસમાજ શા કારણે સંપૂર્ણપણે સ્વીકારી શકતો નથી ? એ અઢારે પુરાણુમાં પરસ્પર વિસંવાદી લેખન થયું છે. શીવપુરાણના કર્તા વિષ્ણુભગવાનને નિંદે છે. અને સામે વિષ્ણુપુરાણના લેખક, શીવજી–મહાદેવજીને અયોગ્ય મનાવે છે, તે સંબંધી ખુલાસો થવાની જરૂર છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36