Book Title: Jain Dharm Vikas Book 01 Ank 02 Author(s): Lakshmichand Premchand Shah Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 6
________________ પર જૈન ધર્મ વિકાસ. Bronnon | સામાજિક ભાષા. vwvvvvvvvv તંત્રી સ્થાનેથી– સમાજસેવાના ઝંડાધારી ભાવનાશીલ લેખકને વાણીસંયમ કેળવે અતિ જરૂર છે. વણતેને એકાદ શબ્દ થુંકની માફક જગતને ખોળે ઉછળી પડે છે, એની સેવાભાવના સ્વપ્નવત્ બની–કલહનાં બી રેતી ચર્ચાના કળણમાં હડસેલતી જાય છે. જેને સમાજમાં ભાષા સમિતિની નિશા' અસ્તિત્વમાં છે છતાં ભાષાઉરચારમાં થઈ ગયેલી, થઈ રહેલી વાસ્તવ વિષમ પરિસ્થિતિ એજ આશાના ભાગ્ય જેવું આ લખવા પ્રેરી રહી છે. એક સુંવાળો ભ્રમ ઉપસ્થિત થયે છે કે, અમુક વ્યક્તિ વિધી માર્ગે જતી હોય તો તે પડકાર આપવાથી આપણું માનીતા પથે વહે છે, પણ આ માન્યતા આદ્યયુગથી મિથ્યા ઠરતી અનુભવમાંથી પાઠ લેનાર માનવીઓ પ્રત્યક્ષ કરી શકશે. પુરાતનયુગમાં શાસ્ત્રવિવાદને નામે જેન, બૌદ્ધ અને બ્રાહ્મણોએ વાગ. . યુધ્ધ કર્યા છે. એ જગની હારજીતનાં પરિણામ જોઈએ તો ભાષાકલાનાં જાદુ અને પ્રતિજ્ઞાબદ્ધતાના અપવાદ બાદ કરતાં છેષ અને અહંતાના આઘાતે સિવાય અન્ય નીપજી શક્યાં નથી. તવારીખ આટલો પ્રકાશ એ સુંવાળા ભ્રમ પર પાથરી જાય છે. મતભેદ ! સત્યની પાછળ માશુક બની માનવી મંથન કરે છે, ને નવરંગી સત્ય એને નુતન પ્રકાશ અર્પણ કરે છે. માનવીએ પ્રકાશ-વિશ્વ સમક્ષ રજુ કરે છે ને જગતનાં માનવીઓ એ સત્યની પીછાનો પ્રયત્ન કર્યા પહેલાં એ નુતનરંગી સત્યથી ભડકી ચમકી ઉઠે છે–વિરોધ દાખવે છે, અને અસત્ય ઠેરવવા ચર્ચામાં ઉતરે છે. સત્યશોધક માનવી આ ચર્ચાના સવાલ જવાબમાં સંડોવાય છે, તે એની સત્યશોધ અટકી પડે છે–પ્રગતિદ્વારનાં કમાડ બંધ થઈ જાય છે, અને જે મૌન બની સમાજની સાથે અલા લે છે, તે એ એકલે, અટુલે બની જાય છે. આ એકલતા–એ કલહમાં મધ્યસ્થ રહી સત્યપ્રચાર કરવાના જિજ્ઞાસુને ભાષાકલા એ સાફલ્યની ચાવી છે. સાથે સાથે આટલું તો સેંધી લેવું જરૂરી છે કે માનવહદયમાં સત્ય પ્રત્યેની આશક્તા અસ્તિત્વમાં હશે ત્યાં લગી મતભેદ અજર અમર છે. કેઈપણ સુક્ષમ વિચારણામાં માથું ન મારનારને મતભેદ હોતા નથી, પણ જ્યાં સુમતા દાખલ થઈ કે, અભિપ્રાય ભેદ ખડા થાય છે. એજ નથી બતાવતાં કે અભિપ્રાયભેદ એજ સત્યના આકર્ષણની પ્રતિતિ છે ! મહત્વની વાત તો એ છે કે. એ દષ્ટિબિંદુને પરસ્પર સમજતાં સાથે સાથે એ સત્યના સહુ ભેખધારીઓની શક્તિ એક કાર્યપ્રવાહમાં વહેવા દેવી.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36