________________
જૈન ધર્મનું સ્વરૂપ ' અર્થાત્ બાહ્ય પદાર્થોમાં જે “આ મારું છે' આ પ્રમાણે અનુરાગરૂપ બુદ્ધિ હોય છે તે જ લોભ છે.
કેટલાક લોકો ધનના લોભમાં પડીને લોકોની સામે ધાર્મિક હોવાનો દેખાવ કરતા અને તેમનો ધર્મનો ઉપદેશ આપતા ફરે છે. એવા લોકોથી સાવધાન રહેવા માટે જ વર્ષીજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છેઃ
ધર્મ તે જ કરી શકે છે જે નિર્લોભી હોય.21
જૈન ગ્રંથોમાં વારંવાર ધર્મને દસ લક્ષણોવાળો બતાવતાં તેનાં દસ લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉદાહરણને માટે, તત્ત્વાધિગમ સૂત્ર માંધર્મનાં દસ લક્ષણોનાં નામ આ પ્રમાણે ગણાવવામાં આવ્યાં છેઃ 1. ઉત્તમ ક્ષમા
ક્રોધ ઉત્પાદક ગાળાગાળી, મારપીટ, અપમાન આદિ પરિસ્થિતિઓમાં
પણ મનને કલુષિત ન થવા દેવું ક્ષમા ધર્મ છે. 2. ઉત્તમ માર્દવ (અભિમાનને બદલે મૃદુતા અથવા કોમળતા ગ્રહણ કરવી)
કુળ, જાતિ, રૂપ, જ્ઞાન, તપ, વૈભવ, પ્રભુત્વ તથા શીલ આદિ સંબંધી અભિમાન કરવાને મદ કહેવાય છે. આ મદ કે માન કષાયને જીતીને
મનમાં સદેવ મૃદુતા-ભાવ રાખવો તે માર્દવ છે. 3. ઉત્તમ આર્જવ (સરળતા)
મનમાં એક વાત વિચારવી, વચનથી કંઈક બીજું કહેવું તથા શરીરથી કંઈક બીજું જ કરવું, આ કુટિલતા કહેવાય છે. આ માયા કષાયને
જીતીને મન વચન અને શરીરની ક્રિયામાં એકરૂપતા રાખવી આર્જવ છે. 4. ઉત્તમ શૌચ (નિર્દોષ પવિત્ર ભાવના)
મનને મલિન બનાવનારી જેટલી દુર્ભાવનાઓ છે તેમનામાં લોભ સૌથી પ્રબળ અનિષ્ટકારી છે. આ લોભના કષાયને જીતીને મનને
પવિત્ર બનાવવું શૌચ ધર્મ છે. 5. ઉત્તમ સત્ય
અસત્યની પ્રવૃત્તિને રોકીને સદેવ યથાર્થ હિત-મિત-પ્રિય વચન બોલવું સત્ય ધર્મ છે.