Book Title: Jain Dharm Sar Sandesh
Author(s): Kashinath Upadhyay
Publisher: Radha Swami Satsang Byas

View full book text
Previous | Next

Page 391
________________ 390 જૈન ધર્મ સાર સંદેશ લોઢા, કન્ડેયાલાલઃ શ્રી કન્વેયાલાલ લોઢા વિપશ્યના કે પાતંજલ બન્ને પરંપરાઓના ઉચ્ચ સ્તરીય સાધક છે. તેઓ જૈન દર્શન કે ધ્યાન પ્રણાલીના પણ પ્રમુખ વિદ્વાન છે. પોતાની પુસ્તક જૈન ધર્મમાં ધ્યાન માં તેમણે બધી પ્રચલિત સાધના પદ્ધતિઓ અને તેમના અંતર્નિહિત સિદ્ધાંતોની પૃષ્ઠભૂમિમાં જૈન ધર્મમાં પ્રતિપાદિત ધ્યાન પ્રણાલીને પ્રસ્તુત કર્યા છે. વર્ણ, ગણેશ પ્રસાદ શ્રી ગણેશ પ્રસાદ વર્ણજીના જૈન સમાજમાં વિશેષ સ્થાન છે. બુદ્દેલખંડના જૈન સમાજમાં જૈન સંસ્કૃતિ, શ્રી ગણેશ પ્રસાદ વર્ણીજીના અથાક પ્રયાસોથી જ જીવીત રહી શકે છે. તેમણે અનેક પાશાળાઓ, વિદ્યાલયો, શિક્ષા-મંદિરો અને ગુરુકુલોની સ્થાપના કરી. તેઓ પહેલા વર્ગી, પછી ક્ષુલ્લક અને અંતિમ સમયમાં દિગમ્બર મુનિના પદના ધારક થયા. દેશભરમાં તેમણે ધર્મ પ્રચારને માટે યાત્રાઓ કરી. આચાર્ય વિનોબા ભાવે, બંગાળની પ્રસિદ્ધ સંત આનન્દમયીમા, એટલે સુધી કે ભારતના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ પણ તેમના પ્રતિ શ્રદ્ધા અને માન રાખતા હતા. નરેન્દ્ર વિદ્યાર્થીના સંપાદનમાં વર્ણ-વાણી તેમની સૌથી જાણીતી રચના છે. શુભચન્દ્રાચાર્યઃ આચાર્ય શુભચન્દ્રાચાર્યજી ઈસા પૂ. અગિયારમી સદીમાં થયા છે. તેઓ હોયસલા વિષ્ણુવર્ધનના શાસનકાળના સમય જૈન માધીશ હતા. એવું કહેવાય છે કે જયારે તેમણે રાજાનો કષ્ટ દૂર કર્યો તો રાજાએ ખુશ થઈ તેમને “ચારકીર્તિ'ની પદવીથી નવાજ્યા. આચાર્ય શુભચન્દ્રાચાર્યજી જ્ઞાનાવર્ણના રચયિતા છે. આ પ્રસિદ્ધ રચનાનું બીજું નામ યોગાર્ણવ છે. એમાં યોગીશ્વરોના આચરણ કરવાને યોગ્ય, જાણવાને યોગ્ય સંપૂર્ણ જૈનસિદ્ધાંતનું રહસ્ય ભરેલું છે. જેનીઆનો આ એક અદ્વિતીય ગ્રંથ છે. એના પઠન-મનનથી જે આનંદ પ્રાપ્ત થાય છે, તે વચન અગોચર છે. આ માનવું જ પડશે કે એવી સ્વાભાવિક, શીધ્રબોધક, સૌમ્ય, સુંદર અને હૃદયગ્રાહી સંસ્કૃત કવિતા ઘણી ઓછી જોવા મળે છે.

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402