________________
154
જૈન ધર્મ સાર સંદેશ છુટકારો પામવાનો એક જ ઉપાય છે કે જીવ કોઈ સંત, મહાત્મા અથવા પૂર્ણ જ્ઞાની પાસેથી દીક્ષા ગ્રહણ કરે અને તેમની પાસેથી ઉપદેશ લઈને તેના સહારે ચાલીને અર્થાત્ તે ઉપદેશ અનુસાર અભ્યાસ કરીને સંસારની પાર ચાલ્યો જાય. આ વિચારને વ્યક્ત કરતાં આચાર્ય પદ્ધનંદિ કહે છેઃ
આ સંસાર-વન અજ્ઞાન-અંધકારથી વ્યાપ્ત છે, દુઃખરૂપ વ્યાલોથીદુષ્ટ હાથીઓ અથવા સર્પોથી ભરેલો છે – અને તેમાં એવા કુમાર્ગ છે જે દુર્ગતિરૂ૫ ગૃહોને લઈ જનારા છે અને જેમનામાં પડીને બધાં પ્રાણીઓ ભૂલી-ભટકીને ઘૂમી રહ્યાં છે – ભવનમાં ચક્કર કાપી રહ્યાં છે. તે વનમાં નિર્મળ જ્ઞાનની પ્રભાવી દેદીપ્યમાન-ગુરુ-વાક્યરૂપ (ગુરુ દીક્ષા અને ઉપદેશરૂપ) મહાન દીપક બળી રહ્યો છે. જે સુબુધજન છે તેઓ તે જ્ઞાનદીપકને પ્રાપ્ત થઈને અને તેના સહારાથી સન્માર્ગને જોઈને સુખપદને- સુખના વાસ્તવિક સ્થાન (મોક્ષ)ને પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી.42
કારણ કે મનુષ્ય-જીવન જ મોક્ષ-પ્રાપ્તિનો એકમાત્ર અવસર છે, એટલા માટે જ્યાં સુધી શરીરમાં શક્તિ છે ત્યાં સુધી મનુષ્ય દઢતાથી ગુએ બતાવેલા ઉપદેશ અનુસાર સાધના અથવા ધર્માચરણ કરતા રહેવું જોઈએ. આળસ અને સુસ્તીને છોડીને તેણે સમય રહેતાં પૂર્ણ તત્પરતાથી પારમાર્થિક સાધનાને પૂરી કરીને પોતાના મનુષ્ય-જીવનને સફળ બનાવી લેવું જોઈએ. એવો જ ઉપદેશ જિન-વાણીમાં આપવામાં આવ્યો છેઃ
એટલા માટે જ્યાં સુધી બુઢાપો આવીને પીડા આપવા લાગતો નથી, વ્યાધિઓની વૃદ્ધિ થઈ શકી નથી તથા ઇંદ્રિયો શિથિલ થઈ નથી ત્યાં સુધી અર્થાત્ યૌવનકાળમાં જ ધર્માચરણ કરી લેવું યોગ્ય છે. ત્યાં સુધી હે જીવ, તું પોતાનું આત્મ-હિત કરી લે.
જે-જે રાત્રિ વ્યતીત થઈ જાય છે તે પુનઃ પાછી આવતી નથી.આ બધી રાત્રિઓ ધર્મ ન કરનારાઓ માટે નિષ્ફળ જ નીકળતી જાય છે. પરંતુ ધર્મ-સાધના કરનારાઓ માટે તે રાત્રિઓ સફળ થતી જાય છે.43