________________
271
અંતર્મુખી સાધના
અર્થ - જેવી રીતે શરીરમાં મસ્તકનું અને વૃક્ષમાં મૂળ (જડ)નું મહત્ત્વ છે તેવી જ રીતે સાધુના સમસ્ત ધર્મોમાં ધ્યાનનું મહત્ત્વ છે. કારણ કે ધ્યાન વિના વ્યુત્સર્ગ (શરીરાદિમાં હું-મારુંના ભાવનો ત્યાગ) નથી થતો અને વ્યુત્સર્ગ વિના શરીર, સંસાર, કષાય અને કર્મથી મુક્તિ થતી નથી.'
કન્ડેયાલાલ લોઢાએ પણ ધ્યાનને સર્વોચ્ચ અને મુક્તિ માટે અનિવાર્ય સાધન બતાવતા કહ્યું છેઃ
જૈન ધર્મના સાધના માર્ગમાં સર્વોચ્ચ સ્થાન ધ્યાનનું છે. ... એ નિયમ છે કે ધ્યાન વિના વીતરાગતા અથવા કેવલજ્ઞાન થતું નથી. કેવલજ્ઞાન વિના મુકિત થતી નથી. અતઃ મુક્તિની અન્યતમ સાધના ધ્યાન જ છે.12
ધ્યાનને “મુક્તિનું દ્વાર’ બતાવતાં તેઓ પછી કહે છેઃ
અત્યાર સુધી જેટલા સાધક મુક્ત થયા છે, તે બધાએ ધ્યાન સાધના અવશ્ય કરી છે. ધ્યાન મુક્તિનું દ્વાર છે. ધ્યાન વિના મુક્તિમાં પ્રવેશ ક્યારેય સંભવ નથી.13
ધ્યાનને સંસાર-સમુદ્રથી પાર જવાનું એકમાત્ર સાધન બતાવતાં શુભચંદ્રાચાર્ય પણ કહે છેઃ
હે આત્મ! તું સંસારના દુઃખવિનાશાર્થે જ્ઞાનરૂપી સુધારસ (અમૃતરસ)ને પી અને સંસારરૂપ સમુદ્રને પાર થવા માટે ધ્યાનરૂપી જહાજનું અવલંબન કર.
મોક્ષ કર્મોના ક્ષયથી જ થાય છે. કર્મોનો ક્ષય સમ્યજ્ઞાનથી થાય છે અને તે સમ્યજ્ઞાન ધ્યાનથી સિદ્ધ થાય છે, અર્થાત્ ધ્યાનથી જ્ઞાનની એકાગ્રતા થાય છે. આ કારણે ધ્યાન જ આત્માનું હિત છે. હે આત્મ! જો તું કષ્ટથી પાર પામવા યોગ્ય સંસાર નામના મહાપક (કીચડ)થી નીકળવાની ઇચ્છા રાખે છે તો ધ્યાનમાં નિરંતર વૈર્ય કેમ ધારણ કરતો નથી?