________________
263
અનુપ્રેક્ષા (ભાવના)
અર્થાત્ મનુષ્ય વિચારે કે – ભગવસંસારના સંપૂર્ણ પ્રાણીઓથી મિત્રતા, ગુણી પુરુષોને જોઈને પ્રસન્નતા, દુઃખી જીવો પર દયાર્દ્રતા (દયા) અને અકારણ દ્વેષ કરનારાઓ કે દુષ્ટ જીવો પર માધ્યસ્થતા અર્થાત્ ન રાગ, ન દ્વેષ, મારો આત્મા નિરંતર ધારણ કરે. પ્રત્યેક વ્યક્તિનું મનુષ્યતાના નાતે આ પરમ કર્તવ્ય હોવું જોઈએ કે તે જીવનની ઉપર્યુક્ત ચર્યા (વર્તન) અને ભાવનાઓને પોતાના જીવનમાં અવશ્ય ઉતારે 48
આ ચારેય ભાવનાઓને પ્રાચીન ભારતીય પરંપરામાં પ્રાયઃ સવર્ણસંમતિથી ધાર્મિક આચાર-વિચારનું આવશ્યક અંગ, માર્ગદર્શક અને ધર્મ ધ્યાનની આધારશિલા માનવામાં આવી છે. જૈન ધર્મના જ સમાન બૌદ્ધ ધર્મ અને પતંજલિ યોગમાં પણ આ ચારેય ભાવનાઓની શિક્ષા આપવામાં આવી છે.
પતંજલિના યોગસૂત્રમાં આ જ ભાવનાઓનો ઉલ્લેખ મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાના નામથી કરવામાં આવ્યો છેઃ મૈત્રીકરણામુદિતોપેક્ષાણાં સુખદુઃખપુણ્યાપુણ્યવિષયાણાં
ભાવનાતશ્ચિત્તપ્રસાદનમ્ અર્થાત્ સુખી, દુઃખી, પુણ્યાત્મા અને પાપી જીવો પ્રતિ ક્રમશઃ મિત્રતા, કરુણા (દયા), પ્રસન્નતા અને ઉપેક્ષાની ભાવના કરવાથી ચિત્તમાં નિર્મળતા આવે છે.
નિશ્ચય જ એ ભાવનાઓ સાધક માટે ખૂબ ઉપયોગી છે. ક્રોધ, માન, માયા વગેરે ચિત્તના વિકારોને હટાવીને એ આત્માને નિર્મળ બનાવે, અંતરમાં પ્રકાશ ઉત્પન્ન કરે, સંસાર પ્રતિ મોહને દૂર કરે અને ધ્યાનને સ્થિર બનાવે છે. ધ્યાન કે સમાધિ દ્વારા જ તો અંતમાં જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે.
ઉક્ત વિવેચનથી સ્પષ્ટ છે કે આ અધ્યાયમાં વર્ણિત ભાવનાઓનો સમુચિત અભ્યાસ, અભ્યાસીના વૈરાગ્ય-ભાવને વધારવા અને ધ્યાનને સ્થિર કરવામાં નિશ્ચિતરૂપે સહાયક સિદ્ધ થાય છે.