________________
63
જૈન ધર્મનું સ્વરૂપ
ગણેશપ્રસાદ વર્ણીએ પણ આંતરિક શુદ્ધિ કે આત્મનિર્મળતા પર ભાર આપતાં ખૂબ જ સ્પષ્ટતા સાથે બહિર્મુખી ક્રિયાઓની વ્યર્થતા દર્શાવી છે. તેઓ કહે છેઃ
અંતરંગની વિશુદ્ધિ દ્વારા જ કર્મોનો નાશ સંભવ છે, અન્યથા નહીં.
આત્મનિર્મળતાના અભાવે આ આત્મા આજ સુધી વિવિધ સંકટોને પાત્ર બનેલો રહ્યો છે અને બનશે, અતઃ આવશ્યકતા એ વાતની છે કે આત્મીય ભાવ નિર્મળ બનાવવામાં આવે. આત્મ નિર્મળતા માટે અન્ય બાહ્ય કારણોને એકઠાં કરવાનો જે પ્રયાસ છે તે આકાશતાડન (આકાશ પીટવા) સમાન છે.
આત્મનિર્મળતાનો સંબંધ ભીતરથી છે, કારણ કે સ્વયં આત્મા જ તેનો મૂળ હેતુ છે. જો એવું ન હોય તો કોઈ પણ આત્માનો ઉદ્ધાર થઈ શક્તો નથી.
જે કંઈ કરવું છે આત્મનિર્મળતાથી કરો.
જ્યાં સુધી તે (આત્મામાં લાગેલી) કલુષતા (કાલિમા) જશે નહીં ત્યાં સુધી સંસારમાં ક્યાંય પણ ભ્રમણ કરી આવો, શાંતિનો અંશમાત્ર લાભ થશે નહીં, કારણ કે શાંતિને રોકનારી કલુષતા તો અંદર જ બેઠી છે; ક્ષેત્ર છોડવાથી શું થશે! એક રોગી મનુષ્યને સાધારણ ઘરમાંથી કાઢીને એક દિવ્ય મહેલમાં લઈ જવામાં આવે તો શું તે નિરોગી થઈ જશે? અથવા કાચના નંગમાં સોનાની પચ્ચીકારી કરાવી દેવામાં આવે તો શું તે હીરો થઈ જશે?
જે જીવોએ આત્મશુદ્ધિ કરી નથી તેમના વ્રત, ઉપવાસ, જપ, તપ, સંયમ આદિ બધા નિષ્ફળ છે; કારણ કે બાહ્ય ક્રિયાઓ પુદ્ગલકૃત (બાહ્ય પરમાણુઓ દ્વારા બનાવવામાં આવેલા) વિકાર છે.બ્લ્ડ એટલા માટે તેઓ દઢતા સાથે કહે છેઃ
મોક્ષમાર્ગ મંદિરમાં નથી, મસ્જીદમાં નથી, ગિરજાઘરમાં નથી, પર્વત-પહાડ અને તીર્થરાજમાં નથી; એનો ઉદય તો આત્મામાં છે.
નાથૂરામ ડોંગરીય જૈન પણ આ સંબંધમાં પોતાનો વિચાર ખૂબ જ સ્પષ્ટ અને જોરદાર શબ્દોમાં પ્રસ્તુત કરતાં કહે છેઃ