Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ? કમળસે. થી, જેમ ગુણવિનાને પુત્ર શોભતો નથી, જેમ ચારિત્ર ગુણવિના યાતિ શોભતા નથી અને જેમ દેવ વિનાનું ભુવન ભતું નથી, તેમ ધર્મવિના મનુષ્ય શંભને નથી. માટે હવે ધર્મ સાધન કરવામાં પ્રવૃત્ત થવું એમ ધારી રાજપાટે કમસેનને બેસારી પોતે શીલંધર ગુરૂ પાસે દિક્ષા - ગીકાર કરી. મહાવતી, મહાધ્યાની અને કર્મ શત્રુને જીતવામાં તત્પર એવા તે શત્રુંજય રાજર્ષિ અનેક પ્રકારના ધર્મસાધના કરી કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા, સૂર્ય સદશ પ્રતાપવાન, ચંદ્રની જેમ દિવસે દિવસે વૃદ્ધિ પામતા મંડળવાળા, સામ્રાજ્ય લક્ષ્મીને ભેગવનાર, જિનશાસનમાં નિશ્ચલ બુદ્ધિવાળા, વટવૃક્ષની જેમ પુત્ર પુત્રી પરિવારથી વિસ્તારવાળા કમલસેન રાજાને ધશાકાળ સુધી રાજય ભોગવ્યા પછી વય પરિત થયે ભોગ અને રાજ્ય મૃદ્ધિને વિષે વિરાગ દશા થઈ. સંતપુરુષોને એ યુક્ત જ છે. કારણ કે વૃક્ષોના પવને પણ અનુરામે વિરાગ થાય છે તો જે સચેતન હેઈને વૈરાએ ન પામે તે કાષ્ટથી પણ બાલિશ છે. એવા વખતમાં ગ્રીષ્મના તાપથી સંતપ્ત થયેલા લોકોને શાંત કરનાર વકાળ આવ્યો. કલિકાળ સદસ જે વર્ષાકાળમાં મલિન એવા મેઘ ઉદય થયા અને સ્ત્રીની જેમ ચપલા-વિઇતના ચમકારા થવા લાગ્યા અને એની સ્થલ ધારાએ વર્ષાદ પડ્યો કે જાણે જગત સર્વે જલમય થઈ ગયું. લોકો એથી અત્યંત આનંદ પામ્યા. તે સમયે કમલમેન રાજ વદની લીલા અને નદીનું પૂર જોવાને નગર બહાર ગયા. ત્યાં પર્વતના નિઝરથી ચેતક વૃદ્ધિ પામતી, બંને તટને ખેદતી, કાંઠાના વૃક્ષને ઉમુલન કરતી, તટની ધુલથી જળને કાદવમય કરતી, હિંસક પ્રાણીઓને વહન કરતી, જેઓના વાહન ભાંગી ગયા છે એવા મુસાફરોને ઘસતી તરનારાઓને નિમજજન ઉજજન કરાવતી અને સર્વ જીવને અપકાર કરનારી સરિતાને ભયંકર પ્રવાહવાળી જેને લોકો ચેતરફ નાસી ગયા. થોડીવારે પૂર ઉતરી ગયા પછી જોયું તો નદી તટને દતી પણ નહોતી અને વૃક્ષોને ઉખેડતી પણું નહતી પરંતુ સ્વસ્થ નીરવાળી અને સુખકારક જણાતી હતી; બાળ વૃદ્ધ, યુવાન સર્વે સુખે સ્નાન કરતા હતા, અને જળ પીતા હતા અને સુખે સાડા કરતા હતા. નદીની એવી ચટા જોઈને કમસેન ભૂપતિને વૈરાગ્ય પ્રાપ્ત થયો અને મનમાં વિ- ચાર આવ્યો કે અહા ! નદીની જેમ ધનવાનોની સ્થિતિ પણ વધે છે ને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20